પહેલા કરતાં એકદમ અલગ હશે OnePlus 7ની ડિઝાઇન, લીક થયો ફોટો

0
103

વનપ્લસનો નવો સ્માર્ટફોન OnePlus 7 ને લઇને ઘણી અફવાઓ આવી ચુકી છે અને હવે એનું એક ફીયર સામે આવી ગયું છે. મળતી માહિતી અનુસાર આવનારા નવા ફોનમાં ખાસ સેલ્ફી કેમેરો હશે.

ઓનલીક્સે વનપ્લસનો ફોટો જારી કર્યો છે, જેમાં જોઇ શકાય છે કે એમાં પૉપ-અપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

સાથે જ એના રિયરમાં ત્રણ કેમેરો જોઇ શકાય છે. જણાવી દઇએ કે તાજેતરમાં જ Vivo V15 Pro માં pop-up સેલ્ફી કેમેરો પેશ કરવામાં આવ્યો હતો.

આવું પહેલી વખત નથી કે જ્યારે OnePlus 7 ની જાણકારી લીક થઇ છે. આ પહેલા પણ વનપ્લસની ડિઝાઇનનો ફોટો સામે આવ્યો હતો, જેમાં સૌથી મોટો ફેરફાર એની નૉચને લઇને જોવામાં આવ્યો છે. આ વખત ફોનમાં નૉચ આપવામાં આવી નથી.

ઉપર આપવામાં આવેલા ફોટોમાં oneplus 7ની સાથે વનપ્લસ 6T પણ મોજૂદ છે. ફોટોમાં જોઇએ તો આ ફોનમાં થિન બેઝલ્સ છે. આ ઉપરાંત વનપ્લસ 6T ની સરખામણીએ વનપ્લસ 7 માં સ્પીકર પહોળા છે. લીક થયેલા ફોટો પર ઘ્યાન આપીએ તો એના ફ્રંટમાં સેલ્ફી માટે કેમેરો જોવા મળી રહ્યો નથી, તો બની શકે છે કે તાજેતરમાં લીક થયેલી જાણકારી સાચી પડી જાય અને આ ફોનમાં પૉપ અપ સેલ્ફી કેમેરા પેશ કરવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસર હશે. આ પહેલા કંપનીએ Oneplus6T માં Warp Charge 30 ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો, તો માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ નવો ફોન આ ટેકનીકથી લેસ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here