પહેલા કરતાં વધારે સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક સાથે સ્વિફ્ટનું લિમિટેડ એડિશન વેરિઅન્ટ લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 5.43 લાખ રૂપિયા

0
0

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)એ આજે લોકલ માર્કેટમાં લિમિટેડ એડિશન સ્વિફ્ટ લોન્ચ કરી. નવાં મોડેલમાં અનેક વિઝ્યુઅલ અપડેટ્સ જોવા મળશે. કંપનીનું માનવું છે કે, ફેસ્ટિવ સિઝન દરમિયાન લિમિટેડ એડિશનનું લોન્ચિંગ, અટ્રેક્ટિવ ટ્રીમ લેવલ અને ડીલ્સ-ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકો પર ઘણી અસર પડશે અને તેનાથી વર્ષના અંતના સમયમાં ખરીદીની ભાવનામાં નોંધપાત્ર વધારો થશે. આ સ્પેશિયલ એડિશનની કિંમત 5.43 લાખ રૂપિયાથી 8.26 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

કંપનીએ સ્વિફ્ટના લિમિટેડ એડિશનમાં ઓલ બ્લેક થીમ સાથે વસ્તુઓને વધારે સારી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્ટાન્ડર્ડ મોડેલથી અલગ બનાવવા માટે તેમાં બ્લેક થીમ પર બેઝ્ડ અનેક એક્સેસરીઝ આપવામાં આવી છે, જે છેલ્લાં થોડા સમયથી ઓટોમોબાઇલ કંપનીઓમાં ટ્રેન્ડિંગ રહી છે. પરંતુ સ્વિફ્ટની લિમિટેડ એડિશનમાં નાના ફેરફારો કરવામાં આવ્યા છે.

લિમિટેડ એડિશન સ્વિફ્ટમાં નવું શું મળશે?

  • લિમિટેડ એડિશન સ્વિફ્ટની ફ્રંટ ગ્રિલ પર ઓલ બ્લેક ગાર્નિશ જોવા મળશે, જે તેના ફોગ લેમ્પ અને ટેલલેમ્પ પર પણ આપવામાં આવી છે.
  • આ ઉપરાંત, સ્પોર્ટી અપીલ વધારવા માટે કંપનીએ તેમાં ગ્લોસી બ્લેક બોડી કીટ ઉમેરી છે.
  • અન્ય હાઇલાઇટ્સમાં દરવાજાની નીચેના ભાગમાં સાઇડ મોલ્ડિંગ અને બ્લેક કલરના ડોલ વાઇઝર સામેલ છે.
  • કારના A અને B પિલર્સને બ્લેક કલરમાં પેઇન્ટ કરવામાં આવ્યા છે, જ્યારે રિઅરમાં એક રૂફ ઇન્ટિગ્રેટેડ બ્લેક સ્પોઇલર આપવામાં આવ્યું છે.
  • કારની અંદર કંપનીએ નવા સીટ કવર આપ્યાં છે, જે સ્પોર્ટી છે.
  • સ્વિફ્ટ લિમિટેડ એડિશન મોડેલ માટે 24,990 રૂપિયા સુધી વધારે ખર્ચ કરવો પડશે. આ કાર દેશની તમામ ડીલરશિપ પર અવેલેબલ છે.

સ્વિફ્ટ હંમેશાંથી સેગમેન્ટનું સૌથી વધુ વેચાતું મોડેલ રહ્યું છે

આ પ્રસંગે મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, આજે અમે આવા અભૂતપૂર્વ સમયની વચ્ચે ઉત્સાહ વધારવા માટે અમે બોલ્ડર અને સ્પોર્ટીયર સ્વિફ્ટ લિમિટેડ એડિશન શરૂ કરીને ખુશ છીએ.

કોમ્પેક્ટ હેચબેક નિઃશંકપણે ઘણાં વર્ષોથી મારુતિ સુઝુકી માટે સૌથી વધુ વેચાણ કરનારું એક મોડેલ રહ્યું છે અને તેણે તેની શરૂઆતથી જ આ ક્ષેત્રનું નેતૃત્વ કર્યું છે. ભારતભરમાં 23 લાખથી વધુ યૂનિટ્સ રિટેલ કરવામાં આવ્યાં છે અને નવી લિમિટેડ એડિશન ખાસ કરીને ફેસ્ટિવલ સિઝન દરમિયાન ગ્રાહકોને લક્ષ્યાંક બનાવે છે અને તે તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here