Tuesday, December 7, 2021
Homeપહેલીવાર રાજપથ પર વીરતા પુરસ્કાર માટે પસંદ થયેલા બાળકો પરેડ નહીં કરે
Array

પહેલીવાર રાજપથ પર વીરતા પુરસ્કાર માટે પસંદ થયેલા બાળકો પરેડ નહીં કરે

નવી દિલ્હી: બાળ વીરતા પુરસ્કાર માટે આખા દેશમાંથી પસંદ કરાયેલા 21 બાળકો આ વખતે રાજપથ પર પ્રજાસત્તાક દિનની પરેડમાં સામેલ નહીં થઇ શકે. 1957 બાદ પહેલી વાર આવું થઇ રહ્યું છે, કેમ કે આ બાળકોને પસંદ કરનારી ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર સામે નાણાકીય ગોટાળાના આક્ષેપો થયા છે. દિલ્હી હાઇકોર્ટે કાઉન્સિલ સામે સવાલ ઊઠાવ્યા હતા. ત્યાર બાદ મહિલા-બાળ વિકાસ મંત્રાલયે પોતાને કાઉન્સિલથી અલગ કરી લીધું છે. તેના પરિણામે દેશના 21 બહાદુર બાળકોએ વેઠવું પડશે. તેમને પરેડમાં સામેલ નહીં કરવાના સવાલ અંગે કાઉન્સિલની અધ્યક્ષ ગીતા સિદ્ધાર્થે કહ્યું કે આ અંગે અમે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપીશું.

અત્યાર સુધીમાં 283 છોકરીઓ સહિત 963 બહાદુર બાળકો વીરતા પુરસ્કાર મેળવી ચૂક્યા છે.

બાળ દિવસ પર મળતા પુરસ્કારનું નામ બદલીને પ્રધાનમંત્રી પુરસ્કાર કર્યું

સરકાર દર વર્ષે પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિને મનાવાતા રાષ્ટ્રીય બાળ દિવસ પર મેધાવી બાળકોને નેશનલ એવોર્ડ ફોર ચિલ્ડ્રન આપતી રહી છે પણ આ વખતે તે પુરસ્કારનું નામ બદલીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કરી દેવાયું છે. તે માટે 26 બાળક પસંદ કરાયા છે. તેમને જ પરેડમાં સામેલ થવાની તક મળશે. પુરસ્કાર માટે પહેલા પાંચ કેટેગરી હતી. આ વખતે બહાદુરીની કેટેગરી પણ ઉમેરાઇ છે, જેમાં મ.પ્ર.ના બે અને કર્ણાટકના એક મળીને કુલ 3 બાળકની પસંદગી કરાઇ છે.

અત્યાર સુધી માત્ર બહાદુર બાળકો પરેડમાં જતા હતા

61 વર્ષથી ICCW દ્વારા પસંદ કરાયેલા બહાદુર બાળકો જ પરેડમાં સામેલ થતા હતા પણ આ વખતે તેમની જગ્યાએ મહિલા-બાળ વિકાસ મંત્રાલયે પસંદ કરેલા બાળકો પુરસ્કૃત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments