Tuesday, September 28, 2021
Homeપહેલીવાર હોરર ફિલ્મ બનાવશે સલમાન ખાન, નામ હશે 'આદમખોર'
Array

પહેલીવાર હોરર ફિલ્મ બનાવશે સલમાન ખાન, નામ હશે ‘આદમખોર’

બોલિવૂડ ડેસ્કઃ એક્શન થ્રિલર અને રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતો સલમાન ખાન હવે તેની ફિલ્મમાં નવો અખતરો કરવા જઈ રહ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સલમાન ખાન હોરર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું ટાઇટલ પણ તેણે રજિસ્ટર કરાવી લીધું છે. એવું પહેલીવાર બનશે કે સલમાન ખાન હોરર જોનર પર કામ કરશે.

અહેવાલ અનુસાર, આ ફિલ્મમાં સલમાન ખાન હીરોનો રોલ પ્લે નહીં કરે. તે ફક્ત આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ ‘આદમખોર’ નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષના ડિસેમ્બર મહિનામાં સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’નું શૂટિંગ શરૂ કરી દેશે.

સલમાન ખાને તેની કરિયરમાં એકમાત્ર હોરર ફિલ્મ કરી છે 1992માં આવેલી ‘સૂર્યવંશી’. જેમાં અમૃતા સિંહે એક રાણીની ભૂમિકા ભજવી હતી, જે તેના પ્રેમી સલમાન ખાનને મેળવવા પાછી આવે છે. તેની પાસે માણસ ખાઈ શકે તેવી એક ટૂકડી હોય છે. અડધા માણસ અને અડધા પ્રાણીનું શરીર ધરાવતી આ ટૂકડી તેના શિકારીઓને મારે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સલમાન ખાન કદાચ આ જ કન્સેપ્ટને લઇને ફિલ્મ બનાવી શકે છે. જોકે, ‘આદમખોર’ એ 1986માં બનેલી એક બી-ગ્રેડ ફિલ્મનું શિર્ષક પણ હતું, જે જોગિંદર શેલી દ્વારા નિર્દેશિત હતી.

થોડા સમય પહેલાં સલમાન ખાને એવું નિવેદન આપ્યું હતું કે, તે ક્યારેય હોરર ફિલ્મ નહીં કરે. આ સિવાય તેણે એવું પણ કહ્યું હતું કે તે ફિલ્મોમાં ક્યારેય ડરામણા સીન પણ નહીં કરે. પરંતુ લાગે છે કે ભાઈજાને તેનો નિર્ણય બદલી નાખ્યો છે. તે હવે દરેક જોનરની ફિલ્મો પર પોતાનું નસીબ અજમાવવા માગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments