Tuesday, September 21, 2021
Homeપહેલી વખત IPL ની મેચ વર્લ્ડ કપ પહેલાં, આજે પ્રથમ મેચ ચેન્નાઇ...
Array

પહેલી વખત IPL ની મેચ વર્લ્ડ કપ પહેલાં, આજે પ્રથમ મેચ ચેન્નાઇ અને બેંગ્લોર વચ્ચે રમાશે

સ્પોર્ટસ ડેસ્ક. આઈપીએલ ટી-20 ટુર્નામેન્ટની શરૂઆત શનિવારથી થઇ રહી છે. પહેલી વખત ટુર્નામેન્ટની મેચ વન-ડે વર્લ્ડ કપ પહેલાં થઇ રહી છે. આઈપીએલની ફાઇનલ 12 મેએ યોજાશે જ્યારે વન-ડે વર્લ્ડ કપની શરૂઆત આ વર્ષે 20 મેથી ઇંગ્લેન્ડમાં થઇ રહી છે. એવામાં આઈપીએલમાં રમી રહેલાં ઓછામાં ઓછા 10 ખેલાડીઓ પર પસંદગીકારોની નજર રહેશે. ખેલાડીઓ અહીં સારું પ્રદર્શન કરીને ટીમમાં જગ્યા બનાવવા માંગશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની સામે વન-ડે સીરિઝમાં સારું પ્રદર્શન નહીં કરનાર ભારતના સિીનિયર ખેલાડી રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની સહિત કેટલાંય પોતાનું ફોર્મ પરત લાવવા ઉતરશે.

10 ખેલાડીઓ પર એક રીપોર્ટ

આમ તો કેપ્ટન વિરાટ કોહલી પહેલાં જ કહી ચૂક્યો છે કે ટુર્નામેન્ટમાં સિનીયર ખેલાડીઓને વધારે જોખમ લેવાની જરૂરિયાત નથી, જેનાથી તે ઇજાગ્રસ્ત થાય. વધુમાં તેમણે કહ્યું હતું કે આઈપીએલના પ્રદર્શનને વર્લ્ડ કપના સિલેક્શનમાં ધ્યાન નહીં અપાય. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેના નિરાશાજનક ફોર્મ બાદ આઈપીએલને ધ્યાને લેવાશે. એવા જ 10 ખેલાડીઓ પર એક રીપોર્ટ :
વિકેટકીપર : કાર્તિક અથવા પંત કોઇ એકને જગ્યા મળશે
ધોની સિવાય બીજા વિકેટકીપર માટે દિનેશ કાર્તિક અને રિષભ પંત પણ દોડમાં છે. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં પંતે સારું પ્રદર્શન કર્યું નથી, કાર્તિકને સીરિઝમાં તક અપાઇ ન હતી. દિનેશ કાર્તિકે વન-ડેની 77 ઇનિંગ્સમાં 31ની એવરેજથી 1738 રન બનાવ્યા છે. જ્યારે રિષભ પંતે 4 ઇનિંગ્સમાં 23ની એવરેજથી 93 રન બનાવ્યા છે.
ઓલરાઉન્ડર : હાર્દિક પંડયા, વિજય અથવા જાડેજા
ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયાની ટીમ ઇન્ડિયામાં જગ્યા નક્કી છે, પરંતુ કેટલાંક સમય તે ઇજાથી હેરાન છે. એવામાં સિલેક્ટર્સ માટે આ ચિંતાનો વિષય રહી શકે છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સામે વન-ડે સીરિઝમાં સારું રમ્યો હતો. તેણે વન-ડેની 5 ઇનિંગ્સમાં 33ની એવરેજથી 165 રન બનાવ્યા અને 2 વિકેટ પણ લીધી હતી. આઈપીએલમાં તે પોતાના પ્રદર્શનને ખૂબ જ આગળ લાવવા માંગશે. જાડેજાની પાસે 151 મેચનો અનુભવ છે. તેણે બેટ્સમેન તરીકે 2035 રન બનાવ્યા. 174 વિકેટ પણ લીધી છે.
નંબર-4 : અંબાતી રાયડુ, રાહુલ અથવા રહાણે
નંબર-4નું સ્થાન આ સમયે સૌથી ચર્ચાનો વિષય છે. રાયડુ ઓસ્ટ્રેલિયાની સામે પૂર્ણ થયેલી સીરિઝની ત્રણ મેચમાં માત્ર 33 રન બનાવી શક્યો છે. એક મેચમાં રાહુલને ત્રીજા ક્રમે જગ્યા આપવામાં આવી, પરંતુ તે 26 રન જ બનાવી શક્યો. રાહુલ જરૂર પડે તો ઓપનિંગ પણ કરી શકે છે. ક્યારેક ટીમ ઇન્ડિયાનો સૌથી વધારે ભરોસો જેમની પર રહ્યો હતો તે રહાણેએ છેલ્લી વન-ડે મેચ ફેબ્રુઆરી 2018માં રમી હતી. અનુભવની રીતે રહાણે (90 વન-ડે) આગળ છે, પરંતુ રાયડુ કેપ્ટન કોહલીની પહેલી પસંદગી છે.
ચોથો ઝડપી બોલર : ખલીલ અહેમદ અથવા ઉમેશને તક 
ટીમ ઇન્ડિયામાં ઝડપી બોલરની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીની જગ્યા નક્કી છે. ટીમ ચોથા ઝડપી બોલરને શોધી રહી છે. તેવામાં ડાબા હાથનો ઝડપી બોલર ખલીલ અહેમદ અને ઉમેશ યાદવ પર આધાર રહેશે. ઉમેશે ગત પાંચ મહિનાથી કોઇ વન-ડે મેચ રમી નથી. તેણે 73 ઇનિંગ્સમાં 34ની એવરેજથી 106 વિકેટ લીધી, ખલીલે 8 મેચમાં 11 વિકેટ લીધી છે.
ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની થશે નહીં
આઈપીએલની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે. ચેન્નાઇએ ત્રણ વખત(2010, 2011, 2018) ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે, જ્યારે બેંગ્લોરની ટીમ હાલ સુધી ટાઇટલ જીતી શકી નથી. બંને ટીમની વચ્ચે કુલ 22 મેચ રમાઇ છે. 15 ચેન્નાઇએ જીતી છે અને બેંગ્લોરે 7માં જીત મેળવી છે. આરસીબીનો કેપ્ટન કોહલી ફોર્મમાં છે. સ્પિનરને મદદ કરતી પિચ પર ધોની જાડેજાને તક આપશે. કેદાર જાધવ અને અંબાતી રાયડુ પર ધ્યાન રહેશે. પુલવામા હુમલામાં શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ આપતાં આ વખતે ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની પહેલાંથી જ રદ કરી નાખવામાં આવી હતી.
રૈના-કોહલી 5000 રન પૂરા કરવાની દોડમાં
ટુર્નામેન્ટમાં હાલ સુધી કોઇ ખેલાડીએ 5000 રન બનાવ્યા નથી. ચૈન્નાઇના સુરેશ રૈના 172 મેચમાં 4985 રનની સાથે ટોપ પર છે. તેમને 5 હજાર રન પૂર્ણ કરવા માટે માત્ર 15 રનની જરૂરિયાત છે. કોહલી 4948 રનની સાથે બીજા ક્રમે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments