Tuesday, September 21, 2021
Homeપાંચમી વનડે : કોહલી તેના જ ઘરઆંગણે પહેલી વાર ભારતમાં વનડે સીરિઝ...
Array

પાંચમી વનડે : કોહલી તેના જ ઘરઆંગણે પહેલી વાર ભારતમાં વનડે સીરિઝ હાર્યો,

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ ટોસ વખતે કીધું હતું કે, ” અમે વર્લ્ડની બેસ્ટ ચેઝિંગ ટીમમાંથી એક છીએ. અમારે આજે તે સાબિત કરવાનું છે. ભુવનેશ્વર આઠમા ક્રમે બેટિંગ કરવા આવતો હોય, અમને લાગે છે આ અમારી સૌથી બેલેન્સ્ડ ટીમ છે.” પરિણામ: 273 રન ચેઝ કરતા ભારત 35 રને મેચ હાર્યું. વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ જે ટીમ કોમ્બિનેશનના જવાબ શોધી રહી હતી, તેમાં માત્ર પ્રશ્નોનો વધારો થયો છે.

5 મેચની સીરિઝમાં 0-2થી પાછળ રહ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક રીતે કમબેક કરીને સીરિઝ જીતી છે. તેઓ 2009 પછી પહેલી વાર ભારતમાં બાઈલેટરલ સીરિઝ જીત્યા છે. 273 રનનો પીછો કરતા ભારત 50 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે રોહિત શર્માએ 56 રન, ભુવનેશ્વર કુમારે 46 રન અને કેદાર જાધવે 44 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝાંપાએ 3 વિકેટ, જયારે પેટ કમિન્સ, જઈ રિચાર્ડસન અને માર્ક્સ સ્ટોઇનીસે 2-2 વિકેટ લીધી હતી.

ભારત 2016 પછી પહેલી વાર ભારતમાં વનડે સીરિઝ હાર્યું

ઓસ્ટ્રેલિયા 2 વર્ષ પછી કોઈ વનડે સીરીઝ જીત્યું

કોહલીની કપ્તાનીમાં ભારત પહેલી વાર સતત 3 મેચ હાર્યું

વનડેમાં સૌથી ઝડપી 8 હજાર રન:

વિરાટ કોહલી- 175 ઇનિંગ્સ
એબી ડિવિલિયર્સ- 182 ઇનિંગ્સ
સૌરવ ગાંગુલી, રોહિત શર્મા- 200 ઇનિંગ્સ
રોસ ટેલર- 203 ઇનિંગ્સ
સચિન તેંડુલકર- 210 ઇનિંગ્સ

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments