Tuesday, December 7, 2021
Homeપાંચ વર્ષોથી કાચનાં બોક્સમાં બંધ ભાજપની લકી ખુરશી પર PM મોદીને બેસાડવાની...
Array

પાંચ વર્ષોથી કાચનાં બોક્સમાં બંધ ભાજપની લકી ખુરશી પર PM મોદીને બેસાડવાની તૈયારી

લખનઉઃ પાંચ વર્ષથી વધારે સમયથી કાચનાં બોક્સમાં મુકેલી એક લાકડાની ખુરશી જેને ચૂંટણીનાં માહોલમાં ભાજપ માટે શુભ માનવામાં આવે છે જે ફરી એક વાર ચર્ચાનો વિષય બની છે. આ ખુરશી પાર્ટી માટે ભાગ્યશાળી છે કારણ કે જ્યારે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી આ ખુરશી પર બેઠા છે ત્યારે ત્યારે ભાજપ કાનપુર અને તેની આજુબાજુની તમામ સીટો તો જીતી જ છે સાથે જ કેન્દ્ર અને રાજ્યમાં પણ પાર્ટીને અભૂતપૂર્વ સફળતા મળી છે.

ભાજપનાં નેતાઓની ઈચ્છા પીએમ મોદી લકી ખુરશી પર બેસે
વડાપ્રધાન મોદીની 8મી માર્ચની રેલી માટે ફરી આ ખુરશીને સજાવવમાં આવી રહી છે. સાથે જ ભાજપનાં તમામ નેતાઓની ઈચ્છા છે કે વડાપ્રધાન મોદી ફરી આ ખુરશી પર બેસે અને ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકારનો ડંકો વાગે.
લકી ખુરશી પર બેસી મોદી પીએમ બન્યા
ભાજપનાં કાનપુર જિલ્લા અધ્યક્ષ સુરેન્દ્ર મૈથાનીએ જણાવ્યું કે, 2014 લોકસભા ચૂંટણી પહેલા મોદીએ ઉત્તરપ્રદેશમાં તેમની પહેલી ચૂંટણી રેલી 19 ઓક્ટોબર 2013નાં રોજ ઈન્દિરાનગર મેદાનમાં કરી હતી ત્યારે તેઓ આ ખુરશી પર પહેલી વખત બેસ્યા હતા. ત્યારબાદ 2014માં કોયલાનગરમાં લોકસભા ચૂંટણી દરમિયાન તેમની રેલી ફરી એકવાર કાનપુરનાં કોયલા નગર મેદાનમાં યોજાઈ ત્યારે પણ નરેન્દ્ર મોદી આ ખુરશી પર બેસ્યા હતા ત્યારબાદ તેઓ દેશનાં વડાપ્રધાન બની ગયા.
આ ઉપરાતં મૈથાનીએ કહ્યું કે, સપ્ટેમ્બર 2016માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ નિરાલા નગર મેદાનમાં એક ચૂંટણી સભા કરી હતી જેમાં ફરી એકવાર તેઓ ખુરશી પર બેસ્યા હતા અને 2017માં ઉત્તરપ્રદેશમાં ભારે બહુમતીથી ભાજપની સરકાર બની હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments