Thursday, October 21, 2021
Homeપાંડેસરામાં બાઈક પર પસાર થતા વૃદ્ધનો રીક્ષા સાથે અકસ્માત થતા મોત નિપજ્યું
Array

પાંડેસરામાં બાઈક પર પસાર થતા વૃદ્ધનો રીક્ષા સાથે અકસ્માત થતા મોત નિપજ્યું

સુરતઃ પાંડેસરામાં બાઈક પર પસાર થતા એક વૃદ્ધનો રિક્ષા સાથે અકસ્માત થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાંડેસરા સત્યસાંઈ નગર ખાતે રહેતા લક્ષ્મણ નનકુ ગીરી(ઉ.વ.62) નિવૃત્ત જીવન વિતાવતાં હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ગત 27મી ફેબ્રુઆરીના રોજ બપોરે તેઓ કામથી ઘરેથી નીકળ્યા હતા.  પિયુષ પોઈન્ટ નજીક ફ્લાય ઓવર બ્રિજ નીચેથી બાઈક લઈને પસાર થતા હતા. દરમિયાન એક રિક્ષા સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા લક્ષ્મણભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સીસીટીવી આધારે પાંડેસરા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments