પાઇનેપલ જ્યૂસ પીવાથી તમારી આ તકલીફો થઇ જશે કામય માટે દૂર

0
45

ઉનાળામાં જ્યૂસ પીવાનું ચલણ ખૂબ જ વધી જાય છે. તેમાં પણ પાઈનેપલ જ્યૂસને લોકો વધારે પસંદ કરે છે. આ બજટમાં હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે. પાઈનેપલ એક એવું ફ્રૂટ છે જેમાં વિટામિન, એન્જાઈમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ એક સાથે મળી જાય છે. આ હાડકાંઓને મજબૂત રાખવાની સાથે, ઈનડાઈજેશનને ઠીક કરવામાં મદદ કરે છે. સ્વીટ હોવા છતાં પણ તેમાં લો કેલરી હોય છે. તેમાં એટલાં બધાં ગુણ હોય છે કે તે અનેક બીમારીઓને ઠીક કરવામાં પણ મદદ કરે છે. તો જાણી લો કઈ પ્રકારની સમસ્યાને ઠીક કરવા પાઈનેપલ જ્યૂસ પીવું જોઈએ.

– પાઈનેપલ જ્યૂસમાં બ્રોમેલેન નામનું તત્વ હોય છે. જે પેટના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ જ્યૂસ પીવાથી પેટ ફુલવાની પ્રોબ્લેમમાં રાહત મળે છે. આ જ્યૂસમાં એવા એન્જાઈમ્સ હોય છે જે પ્રોટીનને ડાઈજેસ્ટ કરવામાં મદદ કરે છે.

– પાઈનેપલ જ્યૂસમાં ફેટ નહીવત્ અને કેલરી ઓછી હોય છે. જેથી તેને પીવાથી વજન ઘટાડવામાં મદદ થાય છે.

– પાઈનેપલમાં રહેલાં વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન એ આપણી આંખો માટે બહુ જ લાભકારી હોય છે. તેનો જ્યૂસ રોજ પીવાથી આંખોની બીમારીઓ દૂર થાય છે.

– પાઈનેપલમાં રહેલું વિટામિન સી અને પોટેશિયમ ત્વચા માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી ચહેરા પરના ખીલ, એક્ને અને કાળા ડાઘા દૂર થાય છે.

– પાઈનેપલમાં બીટા કેરોટીન અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. તેનો જ્યૂસ પીવાથી અસ્થમામાં પણ લાભ છે.

– આ જ્યૂસમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેનાથી આર્થ્રાઈટિસમાં થતાં દર્દ અને સોજાની પ્રોબ્લેમ દૂર થાય છે.

– આ જ્યૂસમાં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે. જેનાથી બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ મળે છે. સાથે જ હાર્ટ ડિસીઝનો ખતરો પણ ઓછો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here