Monday, October 18, 2021
Homeપાઈલટ અભિનંદનના એર માર્શલ પિતા માટે ફિલ્મની સ્ટોરી ખોફનાક રીતે સાચી પડી,...
Array

પાઈલટ અભિનંદનના એર માર્શલ પિતા માટે ફિલ્મની સ્ટોરી ખોફનાક રીતે સાચી પડી, ફિલ્મની જેમ જ પાઈલટ દીકરો પાકિસ્તાનમાં પકડાયો

બોલિવૂડ ડેસ્કઃ અત્યારે આખો દેશ પાકિસ્તાનમાં પકડાયેલા ભારતીય એરફોર્સના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સલામત ભારત પરત લાવવા માટે પ્રાર્થના કરી રહ્યો છે. ત્યારે એક અજીબ રીતે ડરામણો જોગાનુજોગ સામે આવ્યો છે. વિંગ કમાન્ડર અભિનંદનનો આખો પરિવાર ભારતીય એરફોર્સને વરેલો છે. એમના પિતા પણ ભારતીય એરફોર્સ સાથે એર માર્શલના ઉચ્ચ હોદ્દેથી રિટાયર થયા હતા. અભિનંદનનાં પત્ની તન્વી મારવાહ એરફોર્સનાં સ્ક્વોડ્રન લીડરની પોસ્ટ પર ફરજ બજાવી ચૂક્યાં છે. તેમણે અત્યારે રિટાયરમેન્ટ લઈ લીધી છે.

ફિલ્મ બની ડરામણી વાસ્તવિકતા

વર્ષ 2017માં દિગ્ગજ ફિલ્મ મેકર મણિ રત્નમે ‘કાટ્ર વેલિયિદાઈ’ (અર્થાત્ ‘આકાશની વચ્ચેથી) નામની તમિળ ફિલ્મ બનાવેલી, જેમાં દક્ષિણના સુપરસ્ટાર કાર્તિ અને અદિતી રાવ હૈદરી મુખ્ય ભૂમિકામાં હતાં. 1999ના કારગિલ જંગ પર બનેલી તે ફિલ્મમાં કાર્તિએ ભારતીય એરફોર્સ સાથે કામ કરતા ફાઈટર પાઈલટ સ્ક્વોડ્રન લીડર વરુણ ચક્રવર્તીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની સ્ટોરી પ્રમાણે વરુણ ચક્રવર્તી (કાર્તિ)નું પ્લેન પાકિસ્તાની કબ્જાના કાશ્મીરમાં ક્રેશ થઈ જાય છે અને કાર્તિ જીવતો પકડાઈ જાય છે, જેને પાકિસ્તાન આર્મી દ્વારા યુદ્ધકેદી તરીકે પકડીને રાવલપિંડી જેલમાં લઈ જવામાં આવે છે. ત્યાંથી તે કઈ રીતે ભાગીને ભારત પરત આવે છે તે બાકીની ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ અત્યારની વિંગ કમાન્ડર અભિનંદનની સ્થિતિ સાથે ગજબનાક રીતે મળતો આવે છે.

પરંતુ ફિલ્મ અને રિયલ લાઈફમાં બીજી પણ એક ખોફનાક સામ્યતા છે. તમિળ ફિલ્મ ‘કાટ્ર વેલિયિદાઈ’માં એર ફોર્સને લગતી ડિટેલ્સમાં ચોકસાઈ લાવવા માટે નિવૃત્ત એર માર્શલ સિંહકુટ્ટી વર્ધમાનની મદદ લેવામાં આવી હતી. સિંહકુટ્ટી વર્ધમાન એટલે અત્યારે પાકિસ્તાનમાં પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદનના પિતા! ફિલ્મ ‘કાટ્ર વેલિયિદાઈ’ના ઓડિયો લોન્ચ વખતે ફિલ્મના કલાકારો સાથે સિંહકુટ્ટી વર્ધમાન પણ પોતાના યુનિફોર્મ-મેડલ્સ સાથે દેખાયા હતા. અભિનેતા કાર્તિએ આ વાતની ટ્વીટ પણ મૂકી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments