Tuesday, December 7, 2021
Homeપાકને ભારતના ટ્વિટર યુઝર્સે આપ્યો જવાબ, ઈમરાને કહ્યું, હાં અમે પુલવામા હુમલો...
Array

પાકને ભારતના ટ્વિટર યુઝર્સે આપ્યો જવાબ, ઈમરાને કહ્યું, હાં અમે પુલવામા હુમલો કર્યો

નેશનલ ડેસ્ક: ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો તે વીડિયો તમને યાદ હશે જેને પાકિસ્તાને ઘણી વાર એડિટ કર્યો છે.આ વીડિયોમાં પાકિસ્તાની સેનાએ જબરજસ્તીથી કમાન્ડર પાસે ભારતીય મીડિયાની નિંદા કરાવી છે. હવે પાકિસ્તાનને ભારતના ટ્વિટર યુઝર્સે જવાબ આપ્યો છે. અમુક ટ્વિટ યુઝર્સે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનનો સંસદ સ્પીચવાળો વીડિયો એડિટ કર્યો છે. જેમાં ઈમરાન ખાન સ્વીકારી રહ્યાં છે કે, પુલવામામાં આતંકી હુમલો પાકિસ્તાને કર્યો છે.

જોકે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. પરંતુ જે પ્રમાણે પાકિસ્તાની સેનાએ અભિનંદનના વીડિયો સાથે હરકત કરી હતી તેનો આ રીતે જવાબ આપવાની રીત સોશીયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી છે.

એડિટ થયેલા વીડિયોમાં ઈમરાન ખાન કહી રહ્યા છે, ‘…એટલામાં પુલવામા હુમલો થઈ ગયો. જે પાકિસ્તાને કરાવ્યો છે. મે ભારતને કહ્યું કે, જો તમે અમને પુરાવા આપશો તો પણ અમે નહીં લઈએ. અમે આતંકીઓને પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરવા દઈશુ. અમારા જે પણ મુદ્દાઓ હશે અમે તેને આતંકવાદથી જ પૂરા કરીશું.’

ટ્વિટર એકાઉન્ટ યૂઝર @erbmjha આ વીડિયો 2જી માર્ચે ટ્વિટ કર્યો છે. તેને 3 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. હજારો વખત આ વીડિયો રિટ્વિટ પણ કરવામાં આવ્યો છે. ઘણાં યુઝર્સે આ વીડિયોની મજા પણ લીધી છે.

નોંધનીય છે કે, પાકિસ્તાનની સેનાએ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના અમુક વીડિયો જાહેર કર્યા હતા. તેમાં તેમણે પાકિસ્તાની સેનાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, ભારતનું મીડિયા દરેક વાત વધારીને રજૂ કરે છે. અંદાજે દોઢ મીનિટના વીડિયોમાં અંદાજે 20 કટ્સ હતા.

પાકિસ્તાનના તે વીડિયોનો પણ ભારતે તે સમયે મજાક જ ઉડાવી હતી. ભારત સરકાર તરફથી પણ પાકિસ્તાનની આ હરકતની નિંદા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments