પાકવીમાની સહાયની રકમનો આંકડો જાહેર કરવાની માગ સાથે કોંગી ધારાસભ્યના ધરણાનો બીજો દિવસ

0
0

ગાંધીનગર: રાજ્યના ખેડૂતો પાક વીમા મામલે પરેશાન છે ત્યારે લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ આ જ મુદ્દો ઉઠાવીને પાક વીમામાં ક્યા ધોરણોને ધ્યાને લઇને 0.15 ટકા જાહેર કરાયા તેવા પ્રશ્ન સાથે કૃષિ નિયામકને મળવા આવ્યા બાદ સંતોષકારક જવાબ નહીં મળતા આખી રાત ગાંધીનગર કૃષિ ભવનમાં કૃષિ નિયામકની ચેમ્બરમાં જ ધરણા પર બેસી રહ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્યો બ્રિજેશ મેરજા, ઋત્વિક મકવાણા, ચિરાગ કાલરીયા ખેડૂત આગેવાનો સાથે સોમવારે સવારે કૃષિ નિયામક ભરત મોદીને મળવા પહોંચ્યા હતા અને પાક વીમાને લગતી વિગતો માંગી હતી. કૃષિ નિયામક ભરત મોદીએ અડધો કલાક તેમની સાથે ચર્ચા કર્યા બાદ ચેમ્બર છોડીને રવાના થઇ ગયા હતા પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોને સંતોષજનક જવાબ નહીં કૃષિ ભવન છોડ્યું ન હતું. અને નિયામકની ગેરહાજરીમાં તેમની જ ચેમ્બરમાંે જમીન પર ધરણા પર બેસયા હતાં

ઋત્વિજ મકવાણાએ જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતો માટે 0.15થી 0.68 ટકાનો પાક વીમો જાહેર કર્યો છે. અમે કૃષિ નિયામકને સાવ સરળ પ્રશ્નો પુછ્યા હતા પરંતુ નિયામકે એમ જણાવ્યું હતું કે આ વિગતો માટે સમય લાગશે. અગાઉથી જ રજૂઆત કરી રહ્યા છીએ તેથી જવાબ નહીં આપતા અમે ધરણા પર બેઠા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here