Wednesday, September 28, 2022
Homeપાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય પાઇલટ અભિનંદનની પડખે આવ્યું બોલિવૂડ
Array

પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય પાઇલટ અભિનંદનની પડખે આવ્યું બોલિવૂડ

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: ભારતીય સેનાના વિંગ કમાન્ડર અભિનંદન હાલ પાકિસ્તાનની કસ્ટડીમાં છે. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે. બહાદુર પાઇલટ અભિનંદનને ભારત પરત લાવવા માટે સમગ્ર દેશ એક થયો છે અને આમાં બોલિવૂડ પણ સામેલ છે. અભિનંદન માય હીરો, બ્રિન્ગ બેક અભિનંદન હેશ ટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. બોલિવૂડ સેલેબ્સે અભિનંદનની પ્રશંસા અને સપોર્ટ કરતા ટ્વીટ્સ કર્યા.

અમિતાભ બચ્ચન 
અભિનંદન, માથું નમાવીને અભિનંદન.

https://twitter.com/SrBachchan/status/1100838546594762752

રણવીર સિંહ 
બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન, ભારત તમારી સાથે છે.

https://twitter.com/RanveerOfficial/status/1100804702264934400

વિકી કૌશલ 
હું વિંગ કમાન્ડર અભિનંદન સલામત ભારત પરત ફરે એના માટે પ્રાર્થના કરું છું.

હ્રિતિક રોશન 
પ્રેશર હોવા છતાં પણ કેટલી હિંમત, સન્માન, હું તમારી સાથે છું.

અનુપમ ખેર 
તમારી બહાદુરીને સલામ, સમગ્ર ભારત તમારી સાથે છે.

પરેશ રાવલ 
અભિનંદન, રિસ્પેક્ટ…

સુષ્મિતા સેન 
અમે અમારા કમાન્ડર અભિનંદન સલામત પરત ફરે એના માટે પ્રાર્થના કરીએ છીએ.

વિવેક ઓબેરોય 
અમારી પ્રાર્થના બહાદુર કમાન્ડરની સાથે છે. સમગ્ર દેશને તમારા પર ગર્વ છે.

અર્જુન કપૂર                                                                                                                         હું આશા રાખું છું કે કમાન્ડર સલામત પરત ફરે.

સ્વરા ભાસ્કર 
તેઓ સલામત ભારત પરત આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular