પાકિસ્તાનને પુલવામા હુમલાનું ડોઝીયર મળ્યું, ભારતીય પાઇલટને પરત કરવા પર વિચાર

0
27

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે, જો ભારતીય પાઇલટને પરત કરવાથી બંને દેશોની વચ્ચે તણાવ ઘટી શકે તો તેઓ તૈયાર છે. પુલવામા આતંકી હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના તમામ પુરાવાઓ સાથે ભારતમાંથી મોકલવામાં આવેલું ડોઝિયર પાકિસ્તાનને મળી ગયું છે. પાકિસ્તાન ના વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતના ધરપકડ કરાયેલા પાઇલટ અંગે નિર્ણય આગામી દિવસોમાં જ લઇ લેવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, જો ભારતીય પાઇલટના પરત ફરવાથી બંને દેશો વચ્ચે તણાવ ઓછું થાય છે તો તેના પર વિચાર કરી શકે છે.

ભારતીય પાઇલટ સુરક્ષિત છેઃ પ્રવક્તા
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મહેમૂદ ફૈઝલે આ વાતની પુષ્ટિ કરી છે કે, પુલવામા હુમલા વિશે ડોઝીયર ગુરૂવારે મળી ચૂક્યું છે. તેઓએ કહ્યું કે, હાલ અધિકારીઓએ આ ડોઝીયરનું વિશ્લેષણ નથી કર્યુ, જો પર્યાપ્ત પુરાવા મળે છે તો વડાપ્રધાન ઇમરાન ખાનના નિર્દેશ પર કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનમાં ધરપકડ કરાયેલા ભારતીય પાઇલટનું શું કરવાનું છે તેના વિશે નિર્ણય આગામી થોડાં દિવસોમાં આવશે. ભારતીય પાઇલટ સુરક્ષિત અને સ્વસ્થ છે.
ફૈઝલે કહ્યું કે, ભારતે  આ મામલાને અમારી સામે ઉઠાવ્યો છે. અમે આ વિશે આગામી થોડાં દિવસોમાં નિર્ણય લઇશું કે, પાઇલટ મુદ્દે જિનિવા કન્વેન્શન લાગુ થાય છે કે નહીં, તેઓને યુદ્ધ કેદીનો દરજ્જો આપવામાં આવે કે નહીં.
પાકિસ્તાનનું એવું માનવુ છે કે, અમારાં એર સ્પેસમાં ભારતીય વિમાનોની એન્ટ્રી અમારાં સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો છે. પરંતુ પાકિસ્તાને જે હવાઇ હુમલા કર્યા તે નોન-મિલિટરી ઠેકાણાંઓ પર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here