Tuesday, December 7, 2021
Homeપાકિસ્તાનનો કેપ્ટન સરફરાઝ ભરાઈ ગયો : લાગી શકે છે પ્રતિબંધ, મેચમાં આ...
Array

પાકિસ્તાનનો કેપ્ટન સરફરાઝ ભરાઈ ગયો : લાગી શકે છે પ્રતિબંધ, મેચમાં આ બોલી ગયો

પાકિસ્તાની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે સાઉથ આફ્રિકા સામેની ડરબનમાં રમાયેલી  વન ડે મેચ દરમિયાન સાઉથ આફ્રિકાના ખેલાડી માટે કરેલી રંગભેદી ટિપ્પણીથી ખળભળાટ મચી ગયો છે. વિકેટકીપર અને કેપ્ટન સરફરાઝે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડિલ ફેહલુકવાયો માટે કાળીયા શબ્દ વાપર્યો હતો અને તેની માતા માટે પણ બહુ બીભત્સ કોમેન્ટ કરી હતી.

37મી ઓવરમાં જ્યારે ફેહલુકવાયો સિંગલ રન લેવા માટે દોડી રહ્યો હતો ત્યારે સરફરાઝે તેને કાળીયા કહીને સંબોધ્યો હતો અને આ શબ્દો સ્ટમ્પના માઈક્રોફોનમાં પકડાઈ ગયા હતા. સરફરાઝ એવુ કહેતા સંભળાયો હતો કે ઓ કાળીયા આજે તારી અમ્મી ક્યાં બેઠી છે. જો સરફરાઝ આ ટિપ્પણી બદલ દોષી પૂરવાર થશે તો તેના પર ચાર ટેસ્ટ અથવા 8 વન ડે રમવા પર પ્રતિબંધ લાગી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments