Sunday, November 28, 2021
Homeપાકિસ્તાનનો દાવો- ટ્રમ્પે ઈમરાન ખાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી
Array

પાકિસ્તાનનો દાવો- ટ્રમ્પે ઈમરાન ખાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે મુલાકાત ક્યાં અને ક્યારે થશે તે વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પાકિસ્તાન મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ગુરુવારે જણાવ્યું કે, અમેરિકન સાંસદ સેન લિંડસે ગ્રાહમે તેમની પાકિસ્તાન યાત્રા દરમિયાન ટ્રમ્પની ઈમરાન સાથે મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પે ઈમરાનને પહેલાં પત્ર પણ લખ્યો હતો

ફૈસલના જણાવ્યા પ્રમાણે આ સ્તરની મુલાકાત માટે ઘણી તૈયારીઓ અને હોમવર્કની જરૂર હોય છે. તેમણે જણાવ્યું કે, ગ્રાહમે પાકિસ્તાનના વડાપ્રધાન અને વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત એકબીજાના દેશનો દ્રષ્ટીકોણ સમજવા માટે ખૂબ જરૂરી છે. આ દરમિયાન દ્વીપક્ષીય વાર્તા, ક્ષેત્રીય હિત અને અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે ચર્ચા થઈ હતી. આ પહેલાં ટ્રમ્પે ડિસેમ્બરમાં ઈમરાનને પત્ર લખીને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે સમજૂતી સમર્થનની માંગણી પણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments