Wednesday, December 8, 2021
Homeપાકિસ્તાનમાં એરફોર્સે JeM આતંકીના ગઢ અને પાક PMના ગૃહરાજ્ય બાલાકોટને નષ્ટ કર્યુ
Array

પાકિસ્તાનમાં એરફોર્સે JeM આતંકીના ગઢ અને પાક PMના ગૃહરાજ્ય બાલાકોટને નષ્ટ કર્યુ

ઇસ્લામાબાદઃ બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના માનશેરા જિલ્લામાં સ્થિત એક શહેર છે. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું ગૃહરાજ્ય પણ ખૈબર પખ્તૂનખ્વા જ છે. રિપોર્ટ્સ અનુસાર, મસૂદ અઝહર 2001માં અહીં રહેતો હતો. બાલાકોટનો આ વિસ્તાર પણ માનવામાં આવે છે, જ્યાંથી જૈશ-એ-મોહમ્મદ પોતાના કેમ્પમાં ચલાવે છે. અહીંથી જૈશ પોતાનું લૉન્ચપેડ પણ ચલાવે છે. માહિતી અનુસાર, ભારતીય એરફોર્સે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 કંટ્રોલ રૂમને પણ નષ્ટ કરી દીધું છે.

પુલાવામાના 15 દિવસની અંદર બદલો
2001માં બાલાકોટને ઇન્ટેલિજન્સ એજન્સીઓને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ રેલીઓ પણ આયોજિત કરે છે. બાલાકોટના બેસયાન ચોકમાં આતંકીઓને ટ્રેઇન પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, આ એ જ વિસ્તાર છે જ્યાં અમેરિકા અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ પાકિસ્તાનમાં હુમલાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
આ એરસ્ટ્રાઇક પુલવામા આતંકી હુમલાના બે અઠવાડિયાની અંદર થઇ। 14 ફેબ્રુઆરીના રોજ એક ફિદાયીન હુમલામાં એક કારમાં વિસ્ફોટ ભરીને સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 44 જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર હાઇવે પર જઇ રહેલા આ કાફલામાં અંદાજિત 70 જવાન સામેલ હતા. જેમાં પેરામિલિટરીના 2,500 જવાન સવાર હતા. પાકિસ્તાને પોતાની ગતિવિધિઓને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી.
પાકિસ્તાન શું દાવો કરી રહ્યો છે?
મંગળવારે કરવામાં આવેલા બે ટ્વીટમાં પાકિસ્તાને આરોપ લગાવ્યો કે, ભારતીય વાયુસેનાએ LoCનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી કે ભારતીય વાયુસેનાના વિમાનોએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરીને મુજફ્ફરાબાદ સેક્ટરમાં ઘૂસી ગયા. પાકિસ્તાની વાયુસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી. ભારતીય વિમાન પરત જતા રહ્યા. સાથે જ તેઓએ દાવો કર્યો કે, વાયુસેનાના વિમાનોને પરત બોલાવતા ઉતાવળમાં ખુલ્લી જમીન પર બોમ્બ ફેંકી દીધા, જેમાં કોઇ જાનહાનિ કે નુકસાન નથી થયું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments