Sunday, September 19, 2021
Homeપાકિસ્તાનમાં ફૂટ્યો મિર્ચી બોમ્બ, ટામેટા-મરચાનાં ભાવમાં તોતીંગ વધારો
Array

પાકિસ્તાનમાં ફૂટ્યો મિર્ચી બોમ્બ, ટામેટા-મરચાનાં ભાવમાં તોતીંગ વધારો

પાકિસ્તાનમાં મિર્ચી બોમ્બ ફુટ્યાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનની જનતા પર પડ્યા પર પાટુ સહન કરી રહી છે. રોજીંદા ઉપયોગમાં લેવાતી શાકભાજીમાં મરચાનું આગવું સ્થાન છે. મરચાનાં ભાવ ચારસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યા છે. જો કે બીજી તરફ ટમેટાનાં ભાવ પણ આસમાનને આંબે છે. જો કે વેપારીઓ પર સરકારનાં રોષન ભોગ બન્યા છે, કારણ કે શાકભાજીનાં જે વેપારીઓ ટમેટા-મરચાનનું વેંચાણ કરતા નથી તેમની પાસેથી સરકાર દંડ વસુલે છે.

શું છે સ્થિતી?

ગત 14 ફેબ્રુઆરી-2019નાં રોજ કાશ્મીરનાં પુલવામા માં થયેલા આતંકી હુમલા બાદ નિકાસ કરવામાં આવતી તમામ પ્રકારનાં શાકભાજી પર ભારતે 200 ટકા ડ્યુટી લગાવી દિધી છે. જેને કારણે પાકિસ્તાનની સામાન્ય જનતાનું કિચન બજેટ વેરવીખેર થયું છે.

24 રૂપિયાનાં ટમેટા 200 રૂપિયામાં!

પાકિસ્તાનની શાકભાજીની જરૂરીયાત પર ભારતે બેન લગાવતા છેલ્લા ચોવીસ વર્ષનાં ઇતિહાસમાં પહેલી વખત ટમટાનો ભાવ આકાશને આંબે તેટલો થયો છે. ટમેટા 200 રૂપિયા પ્રતિ કોલનાં ભાવે વેંચાય  છે. શાકભાજીની દુકાનોમાંથી ધીમે-ધીમે ટમેટા ગાયબ થતા જાય છે. આવું એટલા માટે કે ટમેટા ખરીદનારા લોકોની સંખ્યા ઓછી થતી જાય છે.

લીલા મરચા તીખા

ટમેટાની જેમ લીલા મરચા પણ પાકિસ્તાનીઓને તીખા લાગી રહ્યા છે. 2018માં મરચાનો ભાવ 100 રૂપિયા કરતા પણ ઓછો હતો. માત્ર એક મહિનાનાં સમયગાળામાં મરચાનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. શાક માર્કેટમાંથી મરચા ગાયબ થયા છે.

સરકાર ફટકારે છે દંડ

ઇમરાન સરકારે શાકભાજી વેપારીઓ પર તવાઈ હાથ ધરી છે. ટમેટા-મરચાં આ બે શાકભાજી નહિં વેચવાને કારણે વેપારીઓને દંડ ભરવો પડે છે.બીજી તરફ જથ્થાબંધ માર્કેટમાં વચેટીયા પર સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી. બન્ને વસ્તુઓ(ટમેટા-મરચા) માટે સરકારે ભાવબાંધણા નક્કી કર્યા છે.

સરકારે નિયત કરેલા ભાવ કરતા વધારે ભાવ વસુલતા વેપારીઓને સરકાર દંડ ફટકારે છે. પાકિસ્તાનમાં ટમેટા અને લીલા મરચાની સપ્લાય ભારત સિવાય સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતમાંથી થાય છે. જો કે પાક.સ્થિત આ બન્ને પ્રાંતમાં પણ વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments