Tuesday, December 7, 2021
Homeપાકિસ્તાનમાં મિરાજ ફાયટરે કર્યો હુમલો પણ જગુઆર પણ સાથે હતા, રેકોર્ડિગની જવાબદારી...
Array

પાકિસ્તાનમાં મિરાજ ફાયટરે કર્યો હુમલો પણ જગુઆર પણ સાથે હતા, રેકોર્ડિગની જવાબદારી નિભાવી

પુલવામા હુમલાનો બદલો લેવા માટે મોદી સરકારે વાયુસેનાના મિરાજ-2000 વિમાનોનો હુકમના એક્કા તરીકે ઉપયોગ કરીને આખા દેશને સુખદ આશ્ચર્ય આપ્યું છે. આ હુમલા અંગે  ધીરે ધીરે જે વિગતો બહાર આવી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે બહુ ચોકસાઈપૂર્વક પ્લાનિંગ કરીને હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગતો પ્રમાણે સચોટ નિશાન લેવા માટે મિરાજ 2000ના પાયલોટોએ લેસર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. લેસર ગાઈડેડ બોમ્બ ધાર્યુ નિશાન પાર પાડી શકે છે. એવું પણ બહાર આવ્યુ છે કે મિરાજ-2000 વિમાનો જ્યારે આ હુમલાને અંજામ આપી રહ્યા હતા ત્યારે વાયુસેનાના અન્ય પ્રકારના ફાઈટર પ્લેન જગુઆર પણ સાથે જ ઉડાન ભરી રહ્યા હતા. તેમણે આ હુમલાનું રેકોર્ડિંગ પણ કર્યુ હોવાના પણ અહેવાલો છે.

21 મિનિટ સુધી મિરાજ 2000 વિમાનો પાકિસ્તાનના કબ્જા હેઠળના વિસ્તારમાં રહ્યાં

ભારતીય વાયુસેનાના મિરાજ-2000 વિમાનોએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનની અંદર ઘુસીને કરેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં હડકંપ આવી ગયો છે. ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે 21 મિનિટ સુધી મિરાજ 2000 વિમાનો પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ઘુસીને બોમ્બમારો કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની વાયુસેનાના એફ 16 હરકતમાં આવી ગયા હતા. જોકે મિરાજ 2000 વિમાનોનુ ફોર્મેશન જોઈને એફ-16ને પીછેહઠ કરવી પડી હતી.

ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનને પોતાની તાકાત બતાવી

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધ તણાવ બનેલો છે. ભારતમાં સતત આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની માંગ ઉઠી રહી હતી. અને આ બધાની વચ્ચે આજે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનને પોતાની તાકાત બતાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાના વિમાને આતંકી કેમ્પ પર એક હજાર કિલોગ્રામના બોમ્બ પાડ્યા છે. જેમાં આતંકી કેમ્પ સંપુર્ણ રીતે તબાહ થઈ ગયા છે.

ભારતીય વાયુસેનાના સૂત્રોના હવાલે મળેલી જાણકારી અનુસાર, ’26 ફેબ્રુઆરીએ ભારતીય લડાકુ વિમાન મિરાજ 2000ના એક સમુહે એલઓસી પાર કરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી કેમ્પ પર બોમ્બ મારી ચલાવી અને તેને સંપૂર્ણ રીતે તબાહ કરી નાખ્યો.’ આતંકી કેમ્પ પર 1000 કિલો બોમ્બ ફેકવામાં આવ્યા. આ અભિયાનમાં 12 મિરાજ વિમાનોએ ભાગ લીધો. બાલાકોટ. ચકોટી અને મુઝફ્ફરાબાદના એલઓસી સ્થિત આતંકી કેમ્પ લોન્ચ પેડ્સને વાયુસેના હવાઈ હુમલામાં નષ્ટ કરી દેવામાં આવ્યું છે. જૈશ-એ-મોહમ્મદના નિયંત્રણ કક્ષને સંપુર્ણ રીતે તબાહ કરી દીધુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના એફ-16 વિમાને ભારતીય વાયુસેનાના મિરાજ 2000ને જવાબી કાર્યવાહી કરવાની કોશિશ કરી પરંતુ ભારતીય ફોર્મેશનના આકારના કારણે તે આવું ન કરી શક્યા. આ અભિયાનને વેસ્ટર્ન એર કમાન્ડએ અંજામ આપ્યો. વાયુસેનાના મિરાજે જે લક્ષ્યને નષ્ટ કર્યું તેમાં એક પાકિસ્તાનના ખેબર પખ્તુનખ્વાનું ક્ષેત્ર પણ શામેલ છે.

એક પણ વિમાનને કશું નુકસાન થયુ નથી

ઉલ્લેખનીય છે કે મિરાજ-2000 વિમાનો બોમ્બમારો કરીને સફળતાપૂર્વક પોતાના એરબેઝ પર પાછા ફર્યા છે. 12 વિમાનો પાકિસ્તાન પર આક્રમણ કરવા ઉડ્યા હતા. જેમાંથી એક પણ વિમાનને કશું નુકસાન થયુ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments