પાકિસ્તાનમાં હિમશિલા નીચે દબાયેલી કિશોરી 18 કલાકે જીવતી નીકળી

0
12

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ધસી પડેલી હિમશિલા નીચે દબાઈ ગયેલી કિશોરી 18 કલાક પછી જીવતી નીકળી હતી, સમીના બીબી નામની 12 વર્ષની ક્ધયા હાલમાં મુઝફફરાબાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. રવિવારથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઠંડી, બરફવર્ષા, હિમપ્રપાત તેમજ હિમશીલા ધસી પડવાના બનાવોમાં 76જણ માર્યા ગયા છે.

પાકિસ્તાના કબજા હેઠળના કાશ્મીરની નીલમ વેલીમાં શિયાળાની અતિશય ઠંડીને સંબંધિત અનેક ઘટનાઓ બની હતી. રવિવારની ઘટનામાં અનેક લોકો બરફનાં મોટા ઢગલા નીચે દબાયા હતાં. એમાં સાઈમા અને તેના ભાઈ તથા એક બહેનનો પણ સમાવેશ છે. ભાઈ અને બહેન જીવતા નહોતાં એ સ્થિતિમાં સાઈમાની મમ્મી શહનાઝે કહ્યું હતું કે મેં અને મારા ભાઈએ સાઈમા જીવતી રહેવાની આશા ગુમાવી દીધી હતી. અમે અને મારા ગામના અન્ય લોકો જે ત્રણ માળના મકાનમાં આશ્રય લેતા હતા, એ મકાન પર હિમશીલા ધસી આવી હતી. એ ઘટનામાં ઓછામાં ઓછા 18 જણ માર્યા ગયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here