પાકિસ્તાનીઓએ ખોલી પોલ – જૈશનું મદરેસા એરસ્ટ્રાઇકમાં નષ્ટ, હુમલાના સ્થળે 10 એમ્બ્યુલન્સ

0
35

ઇસ્લામાબાદઃ ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા છે. જો કે, પાકિસ્તાન તરફથી કોઇ આતંકી કેમ્પના નષ્ટ થવાની પુષ્ટિ નથી કરવામાં આવી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મદરેસાને નષ્ટ કરી દીધો છે. રૉયટર્સ અનુસાર, એક ટ્વીટર યૂઝરે પણ દાવો કર્યો છે કે, આ એરસ્ટ્રાઇકમાં જૈશના મદરેસા તાલીમ-ઉલ-કુરાન નષ્ટ થયું છે. બાલાકોટમાં 10 એમ્બ્યુલન્સ પણ જોવા મળી છે.

મનશેરાના હિલટોપ પર જૈશનું મદરેસા

રૉયટર્સ અનુસાર, બાલાકોટની આસપાસ રહેતા ગ્રામીણોએ નામ નહીં જણાવવાની શરત પર ખુલાસો કર્યો કે, મનશેરાના હિલટોપ પર જૈશનું એક મદરેસા ચાલતુ હતું. આ મદરેસાને ભારતીય વાયુસેનાએ મંગળવારે નિશાન બનાવ્યું હતું. ગ્રામીણોએ જણાવ્યું કે, આ મદરેસામાં આતંકીઓ અનેક વર્ષોથી આવતા-જતા હતા. લોકોએ એવો પણ દાવો કર્યો છે કે, આ મદેરાસ આતંકીઓનું ટ્રેનિંગ કેમ્પ હતું અને અહીં જૈશના આતંકીઓ રહેતા હતા.

થોડાં વર્ષ પહેલાં આતંકી કેમ્પને મદરેસામાં ફેરવ્યું
ગ્રામીણોએ જણાવ્યું કે, થોડાં વર્ષો પહેલાં જ આ કેમ્પને મદરેસામાં ફેરવવામાં આવ્યું હતું. આસપાસના લોકોને અહીં જવાની મંજૂરી નહતી. દરેક વખતે અહીં અનેક લોકો મોજૂદ રહેતા હતા. LoCની નજીક 40 કિલોમીટર દૂર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના જંગલી અને પહાડી વિસ્તાર બાલાકોટ 2005માં મોટાં પાયે ભૂકંપના કારણે નષ્ટ થયો હતો.
સ્થાનિક યુવકનો નુકસાન નહીં થયો હોવાનો દાવો
રૉયટર્સ સાથે વાત કરતા જાબાટોપની પાસે ગામમાં રહેતા મોહમ્મદ અજમલે દાવો કર્યો કે, ભારતીય વાયુસેનાએ મદરેસાથી થોડાં કિલોમીટર પહેલાં બોમ્બ ફેંક્યા હતા. આ કારણોથી માત્ર એક ઘરને નુકસાન પહોંચ્યું છે અને ઘરમાં સૂતો એક વ્યક્તિ ઘાયલ થયો છે.
મદરેસાનો વિસ્તાર સીલ, 10 એમ્બ્યુલન્સ
ટ્વીટર પર પાકિસ્તાનની રાજનીતિ પર નજર રાખનાર એક યૂઝર સૈયદે દાવો કર્યો છે કે, મનસેરા (બાલાકોટ)માં મદરેસા તાલીમ-ઉલ-કુરાન (મૌલાના મસૂદ અઝહર દ્વારા ચલાવવામાં આવે છે) પર એર સ્ટ્રાઇક થઇ છે. ચારેતરફ 10 એમ્બ્યુલન્સ જોવા મળ્યા છે, પરંતુ આ વિસ્તાર હવે સીલ થઇ ગયો છે. સ્થાનિક સ્ટુડન્ટ્સે જણાવ્યું કે,
આતંકીઓની લાશ હટાવવામાં આવે છે
હાલ, પાકિસ્તાનની સેનાએ આ વિસ્તારને સીલ કરી દીધો છે. બુધવારે અહીં સૈન્ય, આતંરરાષ્ટ્રીય પત્રકારો સાથે આવી શકે છે. સૂત્રો અનુસાર, પાકિસ્તાને હકીકત છૂપાવવા માટે આતંકીઓની લાશને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here