પાકિસ્તાની નેતાના પુત્રે TIME મેગેઝિનમાં લખ્યો મોદી વિરુદ્ધ લેખ, મોદીને ભારતના ભાગલા પાડનાર ગણાવ્યાં

0
12

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત અમેરિકન મેગેઝિન ‘ટાઈમ’ના કવર પેજ પર ચમક્યા છે. એક સમયે મોદીને ભારતની આશા ગણાવનાર ટાઈમ મેગેઝિને ભારતમાં લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે મોદીને ભારતના મુખ્ય ભાગલાવાદી ગણાવ્યા છે. ટાઈમની આ કવર સ્ટોરી કરનાર પત્રકાર આતિશ તાસીરે એવો પ્રશ્ન પણ કર્યો છે કે ‘શું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર મોદી સરકારના વધુ પાંચ વર્ષના શાસન સામે ટકી શકશે?’ જોકે, ટાઈમે મોદી પર સવાલ ઉઠાવવાની સાથે અન્ય એક લેખમાં તેમને આર્થિક સુધારાવાદી પણ ગણાવ્યા છે.

ટાઈમ મેગેઝિનની એશિયા આવૃત્તિએ મોદી સરકારના પાંચ વર્ષના કામકાજ અંગે આકરી ટીકાત્મક લીડ સ્ટોરી કરી છે. આતિશ તાસીર નામના પત્રકારે તેમના આ આર્ટિકલમાં નહેરુના સમાજવાદ અને ભારતની વર્તમાન સામાજિક સ્થિતિની પણ સરખામણી કરી છે. તેમણે કહ્યું છે કે મોદીના પાંચ વર્ષના શાસનમાં પ્રત્યેક સ્તર પર ઉદારવાદની જગ્યાએ ધાર્મિક કટ્ટરવાદ, મુસલમાનો વિરુદ્ધ ભાવના અને જાતિગત કટ્ટરવાદ કર્યો છે. મોદીએ 2014માં આપેલા આર્થિક વચનો અંગે પણ પ્રશ્ન ઉઠાવતા તાસીરે કહ્યું છે, ‘મોદીના આર્થિક ચમત્કારો નિષ્ફળ જ નથી ગયા, પરંતુ તેમણે દેશમાં ઝેરી ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ સર્જ્યું છે.’ આ લેખમાં તેમણે 1984ના શીખ રમખાણો અને 2002માં ગુજરાતના કોમી રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બીજીબાજુ ટાઈમની આ જ આવૃત્તિમાં અન્ય એક પત્રકાર ઈયાન બ્રેમરે મોદીને આર્થિક સુધારાવાદી ગણાવ્યા છે. તેમણે પાંચ વર્ષમાં મોદીએ હાથ ધરેલા આર્થિક સુધારાઓ અંગે લખ્યું છે અને લેખના અંતમાં લખ્યું છે મોદીનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ સારો છે અને ભારતને વિકાસ માટે તાત્કાલિક જે આર્થિક સુધારાઓની જરૂર છે તે મોદી જ કરી શકે તેમ છે.

પીએમ મોદીએ મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે ભાઈચારાની ભાવનાઓને વધારવાની ઈચ્છા વ્યક્ત કરી નથીઃટાઈમ

વડાપ્રધાન મોદીની ટીકા કરતા આવૃત્તિમાં નહેરુના સમાજવાદ અને ભારતની હાલની સામાજિક પરિસ્થિતીની તુલના કરી છે. આ ઉપરાંત આ લેખમાં પીએમ મોદીએ મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે ભાઈચારાની ભાવનાઓને વધારે સારી અને તેને વધારવા માટેની કોઈ ઈચ્છા વ્યક્ત ન કરી હોવાની વાત કરી છે.

પીએમ મોદી હંમેશા કોંગ્રેસમુક્ત ભારતની વાતો કરતા હોય છે, શું તેમણે ક્યારેય હિન્દુ-મુસલમાનો વચ્ચે ભાઈચારો વધારવાના પ્રયાસો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પીએમ મોદી હંમેશા વિપક્ષ પર જ હાવી થતા હોય છે અને દેશની મહાન શક્તિઓ પર રાજકીય હુમલા કરતા રહે છે. વધુમાં આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદીનું સત્તામાં આવવું એ ભારતમાં ધાર્મિક રાષ્ટ્રવાદ, મુસલમાનો સામે ભાવનાઓ અને જાતિવાદની કટ્ટરતા હોવાની સાબિતી છે.

આ લેખમાં લિંચિંગ અને ગાયના નામે થયેલી હિંસાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાય અંગે મુસલમાનો પર વારંવાર હુમલાઓ કરાયા અને તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એક પણ એવો મહિનો પસાર ન થયો, જેમાં લોકોના સ્માર્ટફોન પર હિન્દુઓની ભીડે એક મુસલમાન સાથે મારઝુડ ન કરી હોય તેવો વીડિયો ન આવ્યો હોય.

1984ના શીખ હુલ્લડો અને 2002ના ગુજરાત હુલ્લડોનો પણ ઉલ્લેખ

ટાઈમના આ લેખમાં 1984ના શીખ હુલ્લડો અને 2002ના ગુજરાત રમખાણોનો પણ ઉલ્લેખ કરાયો છે.જો કે આ રમખાણોમાં કોંગ્રેસ પણ આરોપમુક્તો નથી જ, પરંતુ હુલ્લડો દરમિયાન ભીડને પોતાનાથી જ દુર જ રાખી હતી. 2002નાં રમખાણો દરમિયાન પીએમ મોદીનું મૌન હુલ્લડખોરોના મિત્ર હોવાના વાતની સાબિતી આપે છે.

પીએમ મોદીના આર્થિક ક્ષેત્રે ચમત્કાર કરવાના વાયદાઓ નિષ્ફળ સાબિત થયા
2014માં લોકોના ગુસ્સાને મોદીએ આર્થિક વાયદાઓમાં બદલી નાખ્યો હતો. તેમને નોકરી અને વિકાસની વાત કરી, પરંતુ હવે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે કે તે આશાઓની ચૂંટણી હતી. લેખમાં કહેવામાં આવ્યું છે કે, મોદીએ કરેલા આર્થિક ક્ષેત્રે ચમત્કાર કરવાના વાયદાઓ નિષ્ફળ સાબિત થયા છે, આટલું જ નહીં તેમને દેશમાં ઝેરી ધાર્મિક રાષ્ટ્રવાદનો માહોલ ફેલાવવામાં પણ પુરતો ફાળો આપ્યો છે.

2017માં ઉત્તરપ્રદેશમાં જ્યારે ભાજપ ચૂંટણી જીતી તો ભગવા કપડા પહેનારા અને નફરત ફેલાવનારા એક મહંતને મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા. પીએમ મોદી અંગે ટાઈમ પત્રિકાની નીતિમાં પરિવર્તન આવતું રહ્યું છે. ટાઈમ પત્રિકા વર્ષ 2014-15માં નરેન્દ્ર મોદીનો દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સમાવેશ કર્યો હતો.

લેખક આતિશ તાસીર કોણ છે?

ટાઈમ મેગેઝિનમાં લેખ લખનાર આતિશ તાસીર ભારતીય પત્રકાર તવલીનસિંહ અને પાકિસ્તાની રાજકારણી અને ઉદ્યોગપતિ સલમાન તાસીરનો પુત્ર છે. જો કે ત્યારબાદ તવલીન મુંબઈના ઉદ્યોગપતિ અજીત ગુલાબચંદ સાથે લગ્ન વગર મુંબઈમાં રહે છે. આતિશે ફ્રેન્ચ અને પોલિટિકસ સાયન્સમાં બીએ કર્યું છે. આતિશ હમેશા કહેતો કે તેના પિતા હમેશા ભારતને ધિક્કારતા હતા. 2011માં તેના પિતાની હત્યા થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here