Wednesday, December 8, 2021
Homeપાકિસ્તાની મીડિયાનો દાવો- બે ભારતીય વિમાનોને નિશાન બનાવ્યાં; ભારતે પાકિસ્તાનનું F-16 વિમાન...
Array

પાકિસ્તાની મીડિયાનો દાવો- બે ભારતીય વિમાનોને નિશાન બનાવ્યાં; ભારતે પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડ્યું

નેશનલ ડેસ્ક: પાકિસ્તાનમાં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. તો બીજી તરફ લેહ, જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટ એરપોર્ટથી તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે. તો ઉત્તર ભારતના તમામ એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

PAK મીડિયાનો દાવોઃ પાકિસ્તાની મીડિયા પ્રમાણે, પાકિસ્તાને બે ભારતીય વિમાનને નિશાન બનાવ્યા છે. આ માહિતી પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ દ્વારા સામે આવી છે.પાકિસ્તાની વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લઘંન કર્યુ છે. જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં આ વિમાન ધુસ્યા હતા. પરંતુ ભારતનાં જડબાતોડ જવાબ બાદ આ વિમાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પરત ફરવુ પડ્યુ હતુ.ભારતમાં જે વિમાન ક્રેશ થયુ છે તેને પાકિસ્તાન તેમનું એક્શન તરીકે જણાવી રહી છે. પાક. મીડિયા દાવો કરી રહી છે કે જે ભારતીય વિમાન ક્રેશ થયુ છે તે પાકિસ્તાનનાં નિશાન પર હતુ. આ ઉપરાંત પાક સેનાનાં પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાની વાયુસેનાએ ભારતનાં બે વિમાનોને નિશાન બનાવ્યા હતા જેમા એક પ્લેન ક્રેશ થયુ હતુ અને ભારતનાં એક પાયલટની ધરપકડ કરી લેવાઈ છે.

ભારતમાં મહત્વનાં એરપોર્ટ પર હાઈ એલર્ટ: ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન રઘવાયુ થયુ છે. જેના કારણે જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટનાં એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અહીંથી જનારી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments