Sunday, November 28, 2021
Homeપાકિસ્તાની શૂટર્સ વર્લ્ડકપમાં ભાગ નહીં લઈ શકે, ઓલિમ્પિકમાં સીધી એન્ટ્રી મેળવવાની તક...
Array

પાકિસ્તાની શૂટર્સ વર્લ્ડકપમાં ભાગ નહીં લઈ શકે, ઓલિમ્પિકમાં સીધી એન્ટ્રી મેળવવાની તક છીનવાઈ

સ્પોર્ટ્સ ડેસ્ક: પુલવામા હુમલાની બંને દેશ વચ્ચેના સ્પોર્ટ્સના વ્યવહારમાં પહેલી અસર દેખાય છે. પાકિસ્તાનના શૂટર્સ મોહમ્મદ ખલિલ અખ્તર અને ગુલામ મુસ્તફા બશીર, તેમના કોચ રાઝી અહેમદ સાથે દિલ્હી ખાતેના 20 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન રમનાર શૂટિંગ વર્લ્ડકપમાં ભાગ લેવા ભારત નહીં આવે. નેશનલ શૂટિંગ બોડી ઓફ પાકિસ્તાને (NRAP) કહ્યું હતું કે વિઝામાં વિલંબ થતા તેઓ ભારત પ્રવાસ કરશે નહીં. જયારે તેના જવાબમાં નેશનલ રાઇફલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા(NRAI) એ કહ્યું હતું કે તેમને વિઝા ગ્રાન્ટ કરવામાં આવ્યા છે.

નેશનલ રાઇફલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી રાજીવ ભાટિયાએ ગઈ કાલે કહ્યું હતું “ઇન્ડિયન હોમ મિનિસ્ટ્રીએ વિઝા એપ્રુવ કરી દીધા છે અને તેને હાઈ કમિશન અને ઇસ્લામાબાદ ફોરવર્ડ કરવામાં આવ્યા છે. મને શુક્રવારે ઇન્ડિયન હાઈ કમિશનનો ફોન આવ્યો હતો, ખેલાડીઓના નામ કન્ફર્મ કરવા માટે અને આજે તેમના વિઝા ગ્રાન્ટ કરવામાં આવ્યા છે.”

નેશનલ શૂટિંગ બોડી ઓફ પાકિસ્તાને કહ્યું હતું કે અમને પહેલા એવી માહિતી મળી હતી કે ખેલાડીઓને વિઝા મળી ગયા છે, જોકે મોડી સાંજે અમને જાણવામાં આવ્યું હતું કે વિઝા એપ્લિકેશન હજી પ્રોસેસમાં છે.

NRAPએ તે પછી NRAIને એક ઈમેલ કર્યો છે, જેની કોપી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ શૂટિંગ ફેડરેશનને પણ માર્ક કરી છે.

“NRAPના સેક્રેટરી જનરલ રાઝી અહેમદ ખાનને ઇન્ડિયન હાઈ કમિશન ઇસ્લામાબાદથી ફોન આવ્યો હતો અને તેમને કહેવામાં આવ્યું હતું કે વિઝા હજી પ્રોસેસમાં છે અને આજે (સોમવાર) ઇસ્યુ નહીં થાય. અમારી ટીમની 20 ફેબ્રુઆરીની ફ્લાઇટ છે અને અમને ખબર છે કે 19 ફેબ્રુઆરી સુધીમાં કરાચી ખાતે અમને વિઝા નહીં મળે,” NRAPના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઝવાઈડ એસ લોઢીએ ઈમેલમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

તે ઉપરાંત તેણે તે ઈમેલમાં વધુ ઉમેરતા કહ્યું હતું કે આ બધું બે કલાકના ગાળામાં થયું હતું. આ બહુ દુર્ભાગ્યવશ કહેવાય કારણ કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની એક પોલિસી છે અને તે છતાં અમારી ટીમ વર્લ્ડકપમાં ભાગ નહીં લઈ શકે. વર્લ્ડકપથી ઓલિમ્પિકમાં સીધી એન્ટ્રી મેળવવાની તક હતી.

લોઢીએ ક્ન્ફર્મ કરતા કહ્યું હતું કે પાકિસ્તાની શૂટર્સ ભારત નહીં આવે. તેણે કહ્યું કે અમે 16 ડિસેમ્બર સુધીમાં બધા ડોક્યુમેન્ટ્સ જમા કરી દીધા હતા. અમે NRAIનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું. મને ખબર નથી છેલ્લા કેટલાક દિવસોમાં શું બદલાઈ ગયું કે અમને પરવાનગી ના મળી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments