Wednesday, September 28, 2022
Homeપાકિસ્તાને હાલની સ્થિતિ પર ચર્ચા માટે ભારતથી હાઇ કમિશનરને પરત બોલાવ્યા
Array

પાકિસ્તાને હાલની સ્થિતિ પર ચર્ચા માટે ભારતથી હાઇ કમિશનરને પરત બોલાવ્યા

- Advertisement -

નવી દિલ્હી/ઇસ્લામાબાદઃ પાકિસ્તાને ભારતમાંથી પોતાના હાઇ કમિશનર સોહૈલ મેહૂમદને પરત બોલાવી લીધા છે. તેઓ સોમવારે સવારે નવી દિલ્હીથી રવાના થયા. પાકિસ્તાનના વિદેશ વિભાગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ અગાઉ ભારતે પણ પુલવામા હુમલા બાદ ચર્ચા માટે પાકિસ્તાનથી પોતાના હાઇ કમિશનર અજય બિસારિયાને પરત બોલાવી લીધા હતા.

ભારતીય વિદેશ મંત્રાલયે પણ શુક્રવારે સોહૈલ મેહમૂદને બોલાવ્યા હતા. તેઓને એક આપત્તિ પત્ર (ડિમાર્શે) પાઠવ્યો હતો. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા ફિદાયીન હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ (CRPF)ના 44 જવાનો શહીદ થઇ ગયા હતા.
પુલવામા હુમલા બાદ શુક્રવારે સવારે મોદીએ કેબિનેટ બેઠકમાં પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લેવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પાડોશી દેશ અને આતંકીએ ખૂબ જ મોટી ભૂલ કરી છે. ગુનેગારોને સજા ચોક્કસથી મળશે. સુરક્ષાબળોને સંપુર્ણ સ્વતંત્રતા આપી દેવામાં આવી છે. નાણામંત્રીનું પદ સંભાળી ચૂકેલા અરૂણ જેટલીએ કેબિનેટની બેઠક બાદ કહ્યું કે, જેટલાં પણ લોકો આ હુમલામાં સામેલ છે, તેઓએ ભારે કિંમત ચૂકવવી પડશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular