પાકિસ્તાને LoC નજીક વધુ સૈનિકો અને હથિયાર મોકલ્યા, ભારતે આપી ચેતવણી

0
35

નવી દિલ્હીઃ બોર્ડર પર યથાવત તણાવની વચ્ચે પાકિસ્તાને LoC (લાઇન ઓફ કંટ્રોલ)ની પાસે વધુ ટૂકડીઓ અને હથિયાર મોકલ્યા છે. સુરક્ષા સાથે જોડાયેલા સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અફઘાનિસ્તાનની બોર્ડર પર જવાનોની વધુ ટૂકડીઓ અને સૈન્ય ઉપકરણ હટાવીને એલઓસીના કેટલાંક સંવેદનશીલ સેક્ટર્સમાં ગોઠવવામાં આવી છે.

ભારતીય સેનાએ બુધવારે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, તેઓ એલઓસી પર સ્થિતિ રહેણાંક વિસ્તારોને નિશાન ના બનાવે. જો પાકિસ્તાને ભારતને ઉશ્કેરવાની અથવા હુમલો કરવાની કોશિશ કરી તો પરિણામ ભોગવવું પડશે.

બંને દેશના અધિકારીઓએ હોટ લાઇન પર વાત કરી
સત્તાવાર સૂત્રો અનુસાર, પાકિસ્તાને આ ચેતવણી એવા સમયે આપી છે, જ્યારે નૌશેરા સેક્ટરમાં ભારતીય ફોરવર્ડ પોસ્ટને નિશાન બનાવતા 155-MM આર્ટિલરી ગનથી ફાયરિંગ કર્યુ. ત્યારબાદ ભારતે બોફોર્સ તોપોથી તેનો જવાબ આપ્યો. બંને સેનાઓના અધિકારીઓએ મંગળવારે હોટ લાઇન પર વાત કરી હતી. આ દરમિયાન ભારતીય અધિકારીઓએ કહ્યું કે, અમારાં રહેણાંક વિસ્તારોને નિશાન ના બનાવવામાં આવે.
પાકિસ્તાનની ફાયરિંગનો જવાબ આપ્યોઃ સેના
સેનાના નિવેદન અનુસાર, પાકિસ્તાની સેનાએ બુધવારે કૃષ્ણા ઘાટી અને સુંદરબની સેક્ટરમાં ભારતીય પોસ્ટ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યું. આ દરમિયાન પાક રેન્જર્સે ભારે ફાયરિંગ કર્યુ, મોર્ટાર પર ફેંક્યા. સેનાએ કહ્યું કે, ફાયરિંગ દરમિયાન કોઇ પ્રકારનું નુકસાન નથી થયું, પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.
પુલવામા હુમલા બાદ તણાવ યથાવત
14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં CRPFના 44 જવાન શહીદ થઇ ગયા હતા, ત્યારબાદથી પાકિસ્તાન સતત સિઝફાયર ઉલ્લંઘન કરી રહ્યું છે. જો કે, પાકિસ્તાન તરફથી થઇ રહેલા ફાયરિંગનો ભારતીય સેના તરફથી જવાબ આપવામાં આવે છે. સીમા પરથી થઇ રહેલી ફાયરિંગમાં અત્યાર સુધી 10થી વધુ નાગરિકોના મોત થઇ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here