Wednesday, December 8, 2021
Homeપાકિસ્તાન અને અમિરાત વચ્ચે 3 બિલિયન ડોલરની સમજૂતી
Array

પાકિસ્તાન અને અમિરાત વચ્ચે 3 બિલિયન ડોલરની સમજૂતી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન અને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ની વચ્ચે મંગળવારે સમજૂતી થઇ છે, જે હેઠળ યુએઇ વિદેશ મુદ્રા ભંડાર વધારવા માટે પાકિસ્તાનને મદદ કરશે. અબુ ધાબીમાં આ પેકેજની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

મહિનાની શરૂઆતમાં જાહેરાત થઇ

  • સમજૂતી અનુસાર, યુએઇ ત્રણ અબજ ડોલર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં જમા કરાવશે. જિયો ન્યૂઝ અનુસાર, પાકિસ્તાનને આ રકમ ત્રણ ભાગમાં મળશે.
  • ડિસેમ્બરમાં યુએઇએ નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને અબુ ધાબી વિકાસ ફંડની મારફત ત્રણ અબજ ડોલરની મદદની જાહેરાત કરી હતી.
  • આ બંને દેશોએ આ મહિનાની શરૂઆતમાં મદદ પેકેજના નિયમો અને શરતોને અંતિમ સ્વરૂપ આપવાની વાત કહી હતી.
  • આ પેકેજમાં 3.2 અબજ ડોલરની રકમ ઓઇલ સપ્લાયની ચૂકવણીને અટકાવવા અને ત્રણ અબજ ડોલર રોકડ જમા કરાવવાનું સામેલ હતું.
  • યુએઇએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગત મહિને કતરની મુલાકાત લીધી તે દરમિયાન પાકિસ્તાનને નાણાકીય સહાયનો વાયદો કર્યો હતો. પાકિસ્તાને કતાર સાથે LNG સપ્લાય માટે 15 વર્ષનો કરાર કર્યો છે.
  • સાઉદી અને અમિરાત ગવર્મેન્ટે પાકિસ્તાનને નાણાકીય સહાય અને દેવામાંથી બહાર આવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments