Sunday, October 24, 2021
Homeપાકિસ્તાન એરસ્ટ્રાઇક્સનો જવાબ આપશે, આ વખતે સ્થળ અમે પસંદ કરીશું: PAK સિક્યોરિટી...
Array

પાકિસ્તાન એરસ્ટ્રાઇક્સનો જવાબ આપશે, આ વખતે સ્થળ અમે પસંદ કરીશું: PAK સિક્યોરિટી કમિટી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતે વહેલી સવારે કરેલી એરસ્ટ્રાઇક્સ બાદ નેશનલ સિક્યોરિટી કમિટીની મીટિંગ બોલાવી હતી. જેથી ઇન્ડિયન એર ફોર્સના LoC પર કરેલા હુમલાનું તારણ કાઢી શકાય. કમિટીએ આ મીટિંગ બાદ સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે. જે અનુસાર કમિટીએ કહ્યું કે, પાકિસ્તાન ભારતના એ દાવાને નકારે છે કે, તેઓએ બાલાકોટ નજીક આતંકી કેમ્પ ઉપર જ હુમલો કર્યો છે અને મોટી સંખ્યામાં જાનહાનિ થઇ છે.

મીટિંગ બાદ શું નિવેદન આપ્યું? 

વધુ એકવાર ભારત સરકાર અવિચારી, કાલ્પનિક દાવાઓ કરી રહ્યું છે. ભારતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની કાર્યવાહી કરી તેણે પ્રાદેશિક શાંતિને જોખમમાં મુકી છે.
જે સ્થળે એરસ્ટ્રાઇક કરી હોવાનો દાવો કર્યો છે ત્યાં આખી દુનિયા જોઇ શકે કે હકીકતમાં આ સ્થળે શું થતું હતું, તે માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયાને અહીંની મુલાકાતે લઇ ગયા હતા.
કમિટીએ કહ્યું કે, અચાનક જ કોઇ પણ પ્રકારના પુરાવા વગર કરેલા આ હુમલાનો જવાબ પાકિસ્તાન ચોક્કસથી આપશે અને આ વખતે પાકિસ્તાન પોતાનું સ્થળ પસંદ કરશે.

ઇમરાન ખાન શરમ કરો 

પાકિસ્તાનની સંસદમાં ભારતની એરસ્ટ્રાઇકને લઇને હોબાળો થઇ રહ્યો છે. સંસદમાં ઇમરાન ખાન ‘શરમ કરો’ એવી નારેબાજી થઇ રહી છે. આ ઉપરાંત ઇમરાન ખાન મુર્દાબાદના નારા પણ લાગ્યા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરૈશીએ ભારતને ચેતવણી આપતા કહ્યું કે, ભારત પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ નહીં કરી શકે.

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ આખરે લઇ લીધો છે. વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાંઓને નષ્ટ કરી દીધા છે. વાયુસેનાએ અંદાજિત 12 મિરાજ વિમાનોથી આ ઓપરેશનને અંજામ આપ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ ઓપરેશનની પુષ્ટિ પણ કરવામાં આવી છે. જો કે, પાકિસ્તાને કોઇ પ્રકારના મોટાં નુકસાનનો ઇન્કાર કર્યો છે.

અમને જવાબ આપતા આવડે છેઃ વિદેશ મંત્રી
પીઓકેમાં આતંકી ઠેકાણાંઓ પર હુમલાના સમાચારથી હચમચી ગયેલા પાકિસ્તાને પોતાને શાંતિપ્રિય દેશ ગણાવ્યો છે. પાક વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે અને આ સ્થિતિ માટે ઘણાં લોકોએ શહીદી વ્હોરી છે. કુરૈશીએ દેશવાસીઓને આવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે.
આ ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સાંજે 5 વાગ્યે સર્વદળીય બેઠક બોલાવી છે. બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. ભારતની એરસ્ટ્રાઇકને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ ભારતની સર્જિકલ સ્ટ્રાઇક-2ને ભારત તરફથી સૌથી મોટી કાર્યવાહી ગણાવી છે. તેઓએ કહ્યું કે, ભારતે ગંભીર આક્રમકતાનો પરિચય આપ્યો છે. આ એલઓસીનું અપમાન છે છે અને પાકિસ્તાનની પાસે પોતાની સુરક્ષા માટે યોગ્ય પગલાં ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments