Tuesday, September 28, 2021
Homeપાકિસ્તાન એર ફોર્સ અને આર્મી ઓપરેશનલ એલર્ટ પર, LoC પર F-16 ફાઇટર...
Array

પાકિસ્તાન એર ફોર્સ અને આર્મી ઓપરેશનલ એલર્ટ પર, LoC પર F-16 ફાઇટર જેટ સાથે સૈનિકો ગોઠવાયા

ઇસ્લામાબાદઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારત તરફથી 26 ફેબ્રુઆરીના રોજ થયેલી એરસ્ટ્રાઇકના બે અઠવાડિયા બાદ ઇસ્ટ બોર્ડર પર પાકિસ્તાન એરફોર્સ ઓપરેશન એલર્ટ પર છે. બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતે એરસ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાન એરફોર્સ (PAF) ઇસ્ટર્ન બોર્ડર પર F-16 ફાઇટર જેટ્સ ગોઠવીને તમામ સ્ક્વોડ્રનને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ટોચના ડિફેન્સ અને ગવર્મેન્ટ અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન એર ફોર્સની આ તૈયારીઓની સ્વતંત્ર અમેરિકન સેટેલાઇટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.

LoC નજીક પાકિસ્તાની આર્મી ગોઠવાઇ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના એર સ્પેસ પ્રતિબંધો છતાં ભારત નજીકની સીમા પર, સિલિકોટની સ્પેશિયલ ફોર્સ બ્રિગેડ સહિત રાવલપિંડી હેડક્વાર્ટરના 10 દળો સાથે પાકિસ્તાનની આર્મી જમ્મુ-કાશ્મીરના LoC નજીક ગોઠવાઇ રહી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આર્મી ફોર્સને યુએસ અને જોર્ડન પાસેથી ખરીદેલા F-16 ફાઇટ જેટ્સ સાથે હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. આ આર્મી ભારત-પાક બોર્ડર પર ગોઠવાઇ છે જેમાં હૈદરાબાદમાં સિંધથી લઇને નોર્થ એરિયામાં સ્કાર્દુ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. પાકિસ્તાની આર્મી જે પ્રકારે બોર્ડર પર ગોઠવાઇ રહી છે તેમાં તેઓની સાથે રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ પણ છે.
14 ફેબ્રુઆરીના રોજ થયેલા પુલવામા હુમલા બાદ ભારતે 26 ફેબ્રુઆરીના રોજ એરસ્ટ્રાઇક કરી હતી. આ ભારતની 2016માં જૈશે ઉરીમાં કરેલા આતંકી હુમલા બાદ થયેલી બીજી એરસ્ટ્રાઇક હતી.
પાકિસ્તાને બીજાં દિવસે જ જવાબ આપ્યો હતો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 26 ફેબ્રુઆરીના રોજ થયેલી સ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તાનની આર્મીએ સુંદરબની, નૌશેરા, પૂંછ, ભીમ્બર ગલી અને ક્રિષ્નાઘાટી સેક્ટરમાં મોર્ટાર અને 120mm આર્ટિલરી ગન સાથે સ્ટ્રાઇક કરી હતી.
એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન આર્મીએ 19 વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. છેલ્લાં બે મહિનામાં 467 વખત સિઝફાયરનું ઉલ્લંઘન થયું છે. જ્યારે 2017માં 971 વખત ઉલ્લંઘન થયું હતું. જ્યારે 2018માં આ આંકડો વધીને 2140 પર પહોંચી ગયો હતો.
સીનિયર સાઉથ બ્લોક અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન (DGMO)એ ફેબ્રુઆરી 26 બાદ મંગળવારે થતાં ભારતીય સમકક્ષના ફોન કોલ્સને ઉપાડ્યા નહતા. ભારતીય DGMOએ પાકિસ્તાની સમકક્ષને ફોન કરવાના પ્રયત્નો કર્યા હતા. આ ફોન કોલ્સ ઇસ્લામાબાદે 9 મિસાઇલ છોડી હોવાના આરોપ લગાવ્યા બાદ કરવામાં આવ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments