Sunday, November 28, 2021
Homeપાકિસ્તાન : પ્રતિબંધિત સંગઠનોના 100થી વધુ લોકોની ધરપકડ, 182 મદરેસા પર સરકારી...
Array

પાકિસ્તાન : પ્રતિબંધિત સંગઠનોના 100થી વધુ લોકોની ધરપકડ, 182 મદરેસા પર સરકારી નિયંત્રણ

ઇસ્લામાબાદઃ પુલવામા હુમલા અને ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરકાર વૈશ્વિક દબાણ અંતર્ગત આતંક વિરૂદ્ધ કાર્યવાહીને ઝડપી બનાવી રહ્યાં છે. પાકિસ્તાન સરકારે ગુરૂવારે જણાવ્યું કે, 182 મદરેસાઓને નિયંત્રણમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો પ્રતિબંધિત સંગઠનોથી સંબંધ ધરાવે છે.

પાકિસ્તાન પર વૈશ્વિક દબાણ
પુલવામા હુમલા બાદથી જ પાકિસ્તાન પર આતંકવાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે વૈશ્વિક સ્તરે દબાણ હતું. મંત્રાલયે જણાવ્યું કે, કાયદા-વ્યવસ્થા જાળવી રાખતી એજન્સીઓ દ્વારા 121 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મંત્રાલય અનુસાર, પ્રતિબંધિત સંગઠનોના અલગ અલગ લોકો, ગ્રુપને પણ નિયંત્રણમાં લેવામાં આવ્યા છે. તેમાં 34 સ્કૂલ, 163 ડિસ્પેન્સરી, 184 એમ્બ્યુલન્સ, 5 હોસ્પિટલ અને પ્રતિબંધિત સંગઠનોની આઠ ઓફિસ પણ સામેલ છે.
પાક સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંકી ગતિવિધિઓ વિરૂદ્ધ અમારી આ કાર્યવાહી લાંબી યોજનાનો ભાગ છે. આ પગલા ભારત સરકારની નારાજગીના કારણે નથી ઉઠાવવામાં આવ્યા. નવી દિલ્હી તરફથી કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનની ધરતી પર ચાલી રહેતી આતંકી ગતિવિધિઓને અંકુશ લગાવવામાં ત્યાંની સરકાર અસમર્થ છે.
પાકિસ્તાનમાં મદરેસા વિરૂદ્ધ પગલાં ઉઠાવવા મુશ્કેલ છે, કારણ કે લાખો ગરીબ બાળકો માટે શિક્ષાનો એકમાત્ર સોર્સ છે. પ્રતિબંધિત સંગઠન જેમ કે, જૈશ-એ-મોહમ્મદ, જમાત-ઉદ-દાવા દ્વારા પણ પાકિસ્તાનમાં અનેક મદરેસાઓ ચલાવવાનો દાવો કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments