Tuesday, September 21, 2021
Homeપાકિસ્તાન : ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓ સાથે ફરી ગેરવર્તણૂંક,
Array

પાકિસ્તાન : ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓ સાથે ફરી ગેરવર્તણૂંક,

નવી દિલ્હીઃ ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓની સાથે ફરીથી ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો છે. આ મામલો 8થી 11 માર્ચ વચ્ચેનો છે. ભારતે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. ઉચ્ચાયોગે 13 માર્ચે પાકિસ્તાન વિદેશ મંત્રાલયને એક ઔપચારિક નોટિસ (નોટ વર્બેલ) પાઠવ્યું, જેમાં ઉપઉચ્ચાયુક્ત, નેવી સલાહકાર અને એક ફર્સ્ટ સેક્રેટરીની સાથે થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો.

સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન સુરક્ષા બળોએ ઉપઉચ્ચાયુક્તની સાથે 9 અને 10 માર્ચે ગેરવર્તણૂંક કરી હતી. આવી જ ઘટના 8 માર્ચે ફર્સ્ટ સેક્રેટરીની સાથે પણ થઈ હતી. રિપોર્ટમાં જણાવાયું કે ભારતીય મિશનમાં તહેનાત નેવી એડવાઇઝરની સાથે 8,9,10 અને 11 માર્ચે સુરક્ષા દળોની સાથે તીખી દલીલ થઈ હતી.

મળતી માહિતી મુજબ પાકિસ્તાનની એજન્સીના એક સૈનિકને 9 અને 10 માર્ચે ઉપઉચ્ચાયુક્તના ઘર પર નજર રાખવા માટે તહેનાત કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનના બે સૈનિક રોજ ઉચ્ચાયુક્તના પર નજર રાખી રહ્યાં છે. ભારતે આ ઘટનાઓને લઈને પાકિસ્તાનને તાત્કાલિક તપાસ કરવાનું કહ્યું છે. ભારતના જણાવ્યા મુજબ આ પ્રકારની ઘટનાઓ કૂટનીતિક સંબંધો માટે બનાવવામાં આવેલા વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં સમાચાર આવ્યાં હતા કે પાકિસ્તાનમાં રહેતા ભારતીય રાજનાયકોને ગેસ કનેક્શન આપવામાં આવ્યાં ન હતા. અનેક વરિષ્ઠ ભારતીય અધિકારીઓની ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે. સુરક્ષામાં ઉણપને કારણે આ મહિને એક અજાણી વ્યક્તિ ભારતીય અધિકારીના ઘરમાં ઘૂસી ગયો હતો. આરોપ છે કે આઈએસઆઈ એજન્ટ્સે સવાલ-જવાબના બહાના હેઠળ મહેમાનોને ધમકીઓ આપી હતી. એજન્ટ્સ રાજનાયકોના દરેક જગ્યાએ પીછો કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments