Wednesday, December 8, 2021
Homeપાકિસ્તાન : ભારત અમારાં પ્રદેશમાં ઘૂસીને આક્રમણ કરી શકે છે, તો અમે...
Array

પાકિસ્તાન : ભારત અમારાં પ્રદેશમાં ઘૂસીને આક્રમણ કરી શકે છે, તો અમે પણ વળતો જવાબ આપવા સક્ષમઃ ઇમરાન ખાન

ઇસ્લામાબાદઃ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બંને દેશોની વચ્ચે તણાવ ચરમસીમા પર છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે, તેણે ભારતના બે વિમાનને નિશાન બનાવ્યું છે. જ્યારે પાકિસ્તાનની આ હરકત નો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સીમામાં પ્રવેશ કરતાં પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને આજે બુધવારે બપોરે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું.

વડાપ્રધાન ઇમરાન ખાને શું કહ્યું?

અમે ભારતને પુલવામા હુમલાના પુરાવાઓ આપવાનું આશ્વાસન આપ્યું હતું. અમે આ પુરાવા અને ઇન્વેસ્ટિગેશનની બાંહેધરી એટલાં માટે આપી હતી જેથી અમે સાબિત કરી શકીએ કે પાકિસ્તાનની ધરતી પર આતંકીઓને આશ્રય આપવાની વાત ખોટી સાબિત કરી શકીએ. મારે પાકિસ્તાનના વિશ્વાસની જરૂર છે.

જો ભારત અમારી ધરતી પર આવીને પ્રહાર કરી શકે છે તો અમે પણ તેમની ધરતી પર જઇ શકીએ છીએ. તમામ યુદ્ધો લોકશાહીને ખોટાં રસ્તે દોરી જાય છે અને કોઇ જાણતું નથી કે તેઓ ક્યાં જઇ રહ્યા છે.

હું ભારતને પૂછવા માંગુ છું કે જે હથિયારો તેમની પાસે છે અને અમારી પાસે છે, શું તેનો ખોટો ઉપયોગ આપણને પોષાઇ શકે છે? જો આ તણાવ વધશે તો તેને હું કે નરેન્દ્ર મોદી કંટ્રોલ નહીં કરી શકીએ. લોકશાહીએ સારાં અર્થમાં જીતવું જોઇએ, યુદ્ધથી નહીં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments