Tuesday, September 28, 2021
Homeપાકિસ્તાન માં હિન્દુ સગીરાઓના ધર્મ પરિવર્તન બાદ લગ્ન કરાવનાર મૌલવીની ધરપકડ
Array

પાકિસ્તાન માં હિન્દુ સગીરાઓના ધર્મ પરિવર્તન બાદ લગ્ન કરાવનાર મૌલવીની ધરપકડ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બે હિન્દુ સગીરાના બળજબરીપૂર્વક લગ્ન કરાવનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લાના ધારકી કસ્બામાં હોળીના એક દિવસ અગાઉ 15 અને 13 વર્ષની બે હિન્દુ સગીરા બહેનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંનેને ઇસ્લામ કબૂલ કરાવી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી દીધું હતું. પાકિસ્તાની મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, આ સગીરાઓએ પંજાબ પ્રાંતની એક કોર્ટ પાસે સુરક્ષાની અપીલ કરી છે.

બહાવલપુર કોર્ટમાં સુરક્ષા માટે અરજી

જિયો ન્યૂઝની ઉર્દુ વેબસાઇટ જંગ.કોમ અનુસાર, કિશોરીઓએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની કોર્ટમાં સુરક્ષા માટે અપીલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, લગ્ન કરાવનાર મૌલવીની સિંધમાં ખાનપુરથી ધરપકડ કરવામાં આવી છે. 13 વર્ષીય રવીના અને 15 વર્ષીય રીનાનું વિસ્તારના લોકોએ જ ધોટકી જિલ્લા સ્થિત તેમના ઘરેથી અપહરણ કર્યુ હતું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ સિંધમાં બે હિન્દુ સગીરાઓનું અપહરણ કરી બળજબરીથી ઇસ્લામ અંગીકાર કરાવાના સમાચારને લઇને પાકિસ્તાનમાં ભારતના એમ્બેસેડર પાસે જાણકારી માંગી છે. સુષમા સ્વરાજે આ ઘટના સંબંધિત મીડિયા રિપોર્ટ્સને ટ્વીટ કરતા કહ્યું કે, તેઓએ પાકિસ્તાનમાં ભારતીય હાઇ કમિશનને આ મામલે રિપોર્ટ મોકલવાનું કહ્યું છે.

કડક કાર્યવાહીની માગણી
પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયે ઘટના વિરૂદ્ધ વ્યાપક સ્તરે પ્રદર્શન કરીને આ મામલે દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. તેઓએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને દેશના લઘુમતિઓને કરેલા વાયદાઓની યાદ અપાવી. પાકિસ્તાન હિન્દુ સેવા વેલફેર ટ્રસ્ટના અધ્યક્ષ સંજય ધનજાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનને મામલાની તપાસ કરાવવા અને પાકિસ્તાનના તમામ લઘુમતિ વાસ્તવમાં સુરક્ષિત છે, તે સાબિત કરવાની માંગ કરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments