પાકિસ્તાન : સરકારે આતંકી સંગઠન જૈશ અને જમાત-ઉદ-દાવા સાથેના સંબંધોની શંકામાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો

0
13

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે લાહોરના 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમનો જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા જેવા આતંકી સંગઠનો સાથે કનેક્શન હોવાનો આરોપ છે. જૈશના આકા મસૂદને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. જમાત-ઉદ-દાવાનો આકા હાફિઝ સઈદ 2008માં થયેલા મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનું માનવામાં આવે છે.

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારો

ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. જેમાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી જ બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો થયો છે. પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરીમાં જ જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન અને મંત્રી એઝાઝ શાહ વચ્ચે શુક્રવારે મિટિંગ થઈ હતી. આ દરમિયાન 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરાયો હતો. ઈમરાને પહેલા જ કહી દીધું હતું કે, પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને પાળવા માટે ક્યારેય નહીં થવા દઉ.

પાકિસ્તાન નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ ઓથોરિટીના કહ્યાં પ્રમાણે, પ્રતિબંધ કરાયેલા સંગઠનોમાં અલ-અન્ફાલ ટ્રસ્ટ, ઈદારા ખિદમત-એ-ખિલાફ, અલ-દાવત ઉલ ઈરશાદ, મોસ્ક એન્ડ વેલફેર ટ્રસ્ટ, અલ-મદીના ફાંઉન્ડેશ, મજ-બિન-જબેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને અલ-હમદ ટ્રસ્ટનું નામ સામેલ છે. આ તમામ સંગઠન લાહોરના છે.

આ સાત સંગઠનો ઉપરાંત લાહોરના અલ-ફઝલ ફાઉન્ડેશન/ટ્રસ્ટ અને અલ-ઈઝર ફાઉન્ડેશન, બહાવલપુરના અલ રહેમત ટ્રસ્ટ સંગઠન અને કરાચીના અલ-ફુરકાન ટ્રસ્ટ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. તાજેતરમાં સરકારે જણાવ્યું હતું કે, 30 હજારથી વધારે મદરેસાઓ પર પણ નિયંત્રણ કરાયું છે.

પાકિસ્તાન સરકારના આંતરિક મંત્રાલય હેઠળ આ ઓથોરિટી કામ કરે છે. સંગઠનો પર પ્રતિબંધની કાર્યવાહી પાકિસ્તાન સરકારના 2015ના નેશનલ એક્શન પ્લાન હેઠળ કરવામાં આવી છે. જેમાં દેશમાંથી કટ્ટરપંથીઓ અને આતંકીઓને તગેડી મુકવાની વાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here