પાકિસ્તાન સાથે તણાવ વધ્યો, રક્ષા મંત્રીએ ત્રણેય સેનાના પ્રમુખોની બેઠક બોલાવી; PAKમાં ગભરાટ

0
28

શ્રીનગર: ભારત દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશોની વચ્ચે ખૂબ તણાવ ભરેલી સ્થિતિ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને કચ્છ અને દરિયાઈ સીમા પાસે હથિયાર અને આર્મીને ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને તેમના માછીમારોને પણ હાલ દરિયો ખેડવાની ના પાડી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને લાહોરથી અટારી સુધીની સમજૌતા એક્સપ્રેસ પણ રદ કરી દીધી છે.

નિર્મલા સીતારમણે ત્રણેય સેનાના પ્રમુખોની બેઠક બોલાવી

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણએ એક વખત ફરી ત્રણેય સેનાના પ્રમુખોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરહદની સ્થિતિ અંગે ચર્ચા થશે. સૂત્રોનું માનવામાં આવે તો રક્ષા મંત્રી શુક્રવારે જમ્મુ કાશ્મીર જઈ શકે છે. તેઓ બોર્ડર પર એક પુલનું ઉદ્ઘાટન કરશે.

ગભરાયું પાકિસ્તાન

ભારતના કડક વલણને કારણે પાકિસ્તાન ગભરાય ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેઓએ કહ્યું કે ભારત જમીન, સમુદ્ર અને હવા ગમે ત્યાંથી હુમલો કરી શકે છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાન લડાઈ નથી ઈચ્છતું પરંતુ અમે અમારા દેશની રક્ષા માટે તૈયાર છીએ.

આજે થશે કેબિનેટ અને CCSની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે તેમના ઘરે જ કેન્દ્રીય કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 6.30 વાગે થવાની છે. આ પહેલાં એક CCSની બેઠક પણ થવાની છે. જોકે તેમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વિદેશ પ્રવાસે હોવાથી તેઓ આ બેઠકમાં હાજર રહેશે નહીં.

પાકિસ્તાને આજે સવારે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું

મંગળવારે ભારતની એર સ્ટ્રાઈક પછી બુધવારે પણ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો અને તેમાં ભારતનું એક લડાકૂ વિમાન MIG-21 અને પાકિસ્તાનનું F-16 ધ્વસ્ત થઈ ગયા હતા. દિવસના અંતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને પ્રેસ કોન્ફરન્સ કરીને શાંતિની અપીલ પણ કરી હતી પરંતુ આજે વહેલી સવારે જ પાકિસ્તાન ફરી એની એ હરકત કરી દીધી છે. આજે વહેલી સવારે જ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. આજે સવારે એક કલાક સુધી પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના કૃષ્ણાઘાટીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. હાલ પણ સીમા પર તણાવની સ્થિતિ છે.

એલઓસી પાસેની સ્કૂલ બંધ

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાથી 5 કિમીની અંદર ધોરણ 12 સુધીની ખાનગી અને સરકારી સ્કૂલોને ગુરુવારે અને શુક્રવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જમ્મુ ડિવિઝનમાં સ્થિતિને ઘ્યાનમાં રાખીને 28 ફેબ્રુઆરીએ 8-9માં ધોરણના ગણિતનું પેપર પાછળ ઠેલી દેવામાં આવ્યું છે.

અમેરિકાની સલાહ- વાતચીતથી તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરે ભારત-પાકિસ્તાન

અમેરિકાએ ભારત-પાકિસ્તાનને કહ્યું કે, તેઓ સીમા પર સૈન્ય ગતિવિધિઓને બંધ કરે અને એકબીજા સાથે વાત કરીને તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરે. અમેરિકન વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિયમો પ્રમાણે તેઓ તેમની જમીન પર આતંકવાદને આસરો ન આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here