Saturday, August 13, 2022
Homeપાકિસ્તાન સાથે નહીં રમીને 2 પોઇન્ટ ગુમાવશે ભારત, તેમ છતાં સેમિફાઇનલમાં પ્રવેશ...
Array

પાકિસ્તાન સાથે નહીં રમીને 2 પોઇન્ટ ગુમાવશે ભારત, તેમ છતાં સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: પુલવામા હુમલા પછી ભારત-પાકિસ્તાન વર્લ્ડકપમાં સાથે રમશે કે નહીં તે ચર્ચાએ જોર પકડ્યું છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે આનો નિર્ણય સરકાર લેશે. જો સરકારને લાગતું હશે કે, ભારતે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ, તો સ્પષ્ટ છે કે, વર્લ્ડકપમાં ભારતની ટીમ પાકિસ્તાન સાથે નહીં રમે. ભારતીય ઓફ સ્પિનર હરભજનસિંહે તાજેતરમાં કહ્યું હતું કે અમે પહેલા ભારતીય છીએ અને પછી ક્રિકેટર છીએ. તો બીજી તરફ સચિન તેંડુલકર અને સુનિલ ગવાસ્કર જેવા ક્રિકેટર્સનું કહેવું છે કે ભારતે પાકિસ્તાન સામે રમીને 2 પોઇન્ટ પ્રાપ્ત કરી લેવા જોઈએ. ઈંગ્લેન્ડમાં 30મેથી 14 જુલાઈ સુધી વર્લ્ડકપ મેચ રમવામાં આવશે, જેમાં 16 જૂને ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે

રાઉન્ડ રોબિન ફોર્મેટ મુજબ રમાશે વર્લ્ડકપ

1992ના વર્લ્ડકપનું આયોજન રાઉન્ડ રોબિન ફોર્મેટથી જ થયું હતું. આ ફોર્મેટમાં, દરેક ટીમ એક બીજા સામે એક સરખી વાર રમે છે. બધી ટીમ એક બીજા સામે રમે તે પછી ટીમો ટુર્નામેન્ટના નોક-આઉટ સ્ટેજમાં પહોંચે છે અથવા સ્પર્ધા જ જીતી જાય છે. ફૂટબોલની લગભગ લીગ્સમાં ટીમ આ રીતે ચેમ્પિયન બને છે. આ વર્લ્ડકપમાં 10 ટીમો છે. બધી એક બીજા સામે રમશે. જેમ કે ભારતે વર્લ્ડકપમાં બાગ લેતી અન્ય 9 ટીમ સામે રમવાનું આવશે. તે પછી પોઇન્ટ ટેબલ પર જે ટીમો ટોપ 4માં હશે તેઓ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. સેમિફાઇનલમાં પોઇન્ટ ટેબલ પ્રથમ સ્થાને બિરાજમાન ટીમનો મુકાબલો ચોથા નંબરની ટીમ સાથે થશે, જયારે બીજા અને ત્રીજા નંબરની ટીમો વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે.

આ ફોર્મેટના ફાયદા અને નુકશાન

સ્પોર્ટ્સની થિયરી પ્રમાણે વર્લ્ડ ચેમ્પિયન નક્કી કરવા માટે આ સૌથી ફેર રીત છે. ટુર્નામેન્ટ જો નોક-આઉટ સ્ટેજમાં રમાય તો એક ખરાબ દિવસ કોઈ ટીમને બહારનો રસ્તો દેખાડી શકે છે. જયારે રાઉન્ડ રોબિન હેઠળ દરેક ટીમ પાસે એક-બે ખરાબ મેચ પછી કમબેક કરવા માટે બરાબરની તક રહે છે. રાઉન્ડ રોબિનનું એક જ નુકશાન છે કે તેમાં વધારે પડતો ટાઈમ કન્ઝ્યુમ થાય છે.

સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતને ઓછામાં ઓછા 12 પોઇન્ટની જરૂર

ભારત જો 7ની જગ્યાએ 6 મેચ જીતે તો તેના 12 અંક થઇ જશે. તેવામાં તે સારી રનરેટના આધારે સેમિફાઇનલમાં પહોંચી જશે. પાંચ મેચ જીત્યું હોત તો તેની સેમીફાઇનલમાં આવવા માટે જો અને તોની સ્થિતિ સર્જાઈ ગઈ હોત.

છેલ્લા એક વર્ષમાં ભારતનો સક્સેસ રેટ 75%

છેલ્લા એક વર્ષમાં ભારતનો સક્સેસ રેટ સૌથી વધારે છે. ભારતે 22માંથી 15 વનડે જીતી છે. જયારે 5 મુકાબલા હાર્યું હતું અને 2 મેચ ટાઈ રહી હતી. ભારતે ઇંગ્લેન્ડને 3 માંથી એક વનડેમાં, ઓસ્ટ્રેલિયાને 3માંથી બે વનડેમાં, ન્યુઝીલેન્ડને 5માંથી ચાર વનડેમાં અને વેસ્ટ ઇન્ડિઝને 5માંથી 3 વનડેમાં હરાવ્યું હતું. જયારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેની બંને જીતી હતી.

ભારતીય ટીમ ખાલી ઇંગ્લેન્ડથી પાછળ

છેલ્લા 2 વર્ષમાં વનડેમાં સક્સેસ રેટના મામલે ભારત ઇંગ્લેન્ડ પછી બીજા નંબરે આવે છે. ભારતે આ દરમિયાન 54 વનડે રમી છે અને તેમાંથી 39માં જીત મેળવી છે, 12 મેચ હારી છે, 2 મેચ ટાઈ રહી છે અને એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. ભારતનો સક્સેસ રેટ 75% રહ્યો હતો.

બીજી તરફ ઇંગ્લેન્ડ 43 વનડે રમ્યું હતું. તેમાંથી ઇંગ્લિશ ટીમે 32 મેચ જીતી અને 9 મેચ હારી હતી. બે મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. ઇંગ્લેન્ડનો સક્સેસ રેટ 78% ટકા છે. રેન્કિંગમાં ભારત બીજા સ્થાને છે જયારે ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે.

ભારત પાકિસ્તાન સામેની લીગ મેચ રમવાનું ટાળે તો શું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ ઓલ્ડ ટ્રેફોર્ડ, મૅન્ચેસ્ટર ખાતે મેચ છે. જો ભારત આ મેચમાં રમવાનું ટાળે તો ICCના નિયમ મુજબ પાકિસ્તાનને મેચ પોઈન્ટ્સ મળી જશે. તે સ્થિતિમાં ભારત બાકીની 8માંથી 5 મેચ જીતે તો સેમિ-ફાઇનલમાં પોતાની દાવેદારી મજબૂત કરી શકે છે. 2018માં ભારતે વિરાટની કપ્તાનીમાં 19માંથી 14 વનડે જીતી હતી. આમ ભારતે 73.68% મેચ જીતી હતી. તે રીતે ભારત 8માંથી 5-6 જીતી શકે છે, તેમાં કોઈ શંકા નથી. આમ ભારત પાકિસ્તાન સિવાયની મેચોમાં સતત સારું પ્રદર્શન કરે તો તે મેચ ટાળતા ભારતના સેમિ-ફાઈનલમાં પહોંચવાના ચાન્સીસમાં ખાસ ફર્ક પડે તેમ નથી.

ભારત-પાકિસ્તાન સેમિફાઇનલમાં સામ-સામે આવ્યા તો?

સેમિફાઇનલમાં પોઇન્ટ ટેબલ પ્રથમ સ્થાને વિરાજમાન ટીમનો મુકાબલો ચોથા નંબરની ટીમ સાથે થશે, જયારે બીજા અને ત્રીજા નંબરની ટીમો વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે. આ સંજોગમાં ભારત પ્રથમ અને પાકિસ્તાન ચોથા, અથવા પાકિસ્તાન પ્રથમ અને ભારત ચોથા સ્થાને રહે તો તેઓ સેમિફાઇનલમાં ટકરાઈ શકે છે. તે જ રીતે તો બંને ટીમ બીજા-ત્રીજા ક્રમે રહે તો પણ સેમિફાઇનલમાં ટકરાઈ શકે છે. ભારત જો ત્યારે પણ ના રમવાનું પસંદ કરે તેઓ વર્લ્ડકપની બહાર થઇ જશે અને પાકિસ્તાન મેચ રમ્યા વગર જ ફાઈનલમાંં પહોંચી જાય.

મધર ઓફ કોઈન્સિડન્સ, ઈન્ડો-પાક ફાઇનલ થાય તો શું?

ભારત પાકિસ્તાન ધારો કે ગ્રુપ સ્ટેજમાં ના રમે, અને સેમીફાઇનલમાં પણ બીજા દેશ સામે રમીને ફાઇનલમાં એક બીજા સામે આવે, તો શું? એ સંજોગોમાં જો ભારત ફાઈનલમાં પાકિસ્તાન સામે રમવાની ના પાડી દે તો પાકિસ્તાન ચેમ્પિયન જાહેર થઈ જાય.

શું ભારત પાકિસ્તાનને મફતમાં વર્લ્ડકપ ટ્રોફી સાથે જવા દેશે કે પછી તેની જગ્યાએ રમવાનું પસંદ કરશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular