Tuesday, September 28, 2021
Homeપાકિસ્તાન સામે થશે હવે ડબલ પ્રહાર, બોર્ડર પર ઈન્ડિયન આર્મી ને મળ્યા...
Array

પાકિસ્તાન સામે થશે હવે ડબલ પ્રહાર, બોર્ડર પર ઈન્ડિયન આર્મી ને મળ્યા નવા હથિયારો

નવી દિલ્હી: ભારતની એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન ખૂબ ગભરાઈ ગયું છે. પાકિસ્તાન લાઈન ઓફ કંટ્રોલ પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને આપણા જવાનો જડબાતોડ જવાબ પણ આપી રહ્યા છે. તાજેતરમાં જ ભારતીય જવાનોને બે નવા હથિયારો આપવામાં આવ્યા છે. જેની મદદથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

જમ્મુ ડિવિઝનના સેક્ટરમાં ભારતીય સેના નવી સ્નાઈપર રાઈફલથી પાકિસ્તાની સેનાને જવાબ આપી રહી છે. માનવામાં આવે છે કે, આ જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભારે નુકસાન થયું છે.

પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરતી હોવાથી ભારતે હવે તેને તેની જ ભાષામાં સમજાવાનું નક્કી કર્યું છે. આ વખતે જે બે નવા સ્નાઈપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં Lapua Magnum અને Beretta સામેલ છે. આ બંને રાઈફલ અલગ અલગ કેલિબરની છે. આ જ કારણ છે કે, ભારતીય જવાનોને પાકિસ્તાની કિલ્લો તોડવામાં મદદ મળી રહી છે. આ ઉપરાંત સેનાને રૂ. 10 લાખના ગ્રેનેડ આપવાના રક્ષા મંત્રાલયના પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે.

Lapua Magnum સ્નાઈપરને એક ફિનલેન્ડ કંપની બનાવે છે. તેનો ઉપયોગ અફઘાનિસ્તાન અને ઈરાકની લડાઈમાં અમેરિકા દ્વારા કરવામા આાવ્યો હતો. દુશ્મનના કિલ્લાને તોડી પાડવા માટે આ હથિયાર ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

Berettaની વાત કરવામાં આવે તો આ એક પ્રખ્યાત હથિયાર બનાવતી કંપની છે. આ ઈટાલિયન કંપનીની હથિયારોની દુનિયામાં ખૂબ ચર્ચા છે અને Berretta તેમની મુખ્ય રાઈફલમાંથી એક છે. આ કંપની ઘણાં પ્રકારની મેગ્ઝીન પણ બનાવે છે.

નોંધનીય છે કે, એરસ્ટ્રાઈક થયા પછીથી પાકિસ્તાન બોર્ડર પર સીઝફાયરનું સતત ઉલ્લંઘન કરી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનની સુંદરબની સેક્ટરમાં ગોળીબાર થયો હતો. તેમાં ભારતના એક જવાન પણ શહીદ થયા હતા. જોકે ભારતીય જવાનોએ હંમેશા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments