Tuesday, December 7, 2021
Homeપાકિસ્તાન સામે ભારત કંઈ મોટું કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ
Array

પાકિસ્તાન સામે ભારત કંઈ મોટું કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: કાશ્મીરમાં પુલવામા હુમલા પછી ભારત- પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવની દુનિયાભરના દેશોએ નોંધ લીધી છે. આ મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું હતું કે ભારત -પાકિસ્તાન વચ્ચે ખૂબ તણાવભર્યો માહોલ છે. ભારતીય સેનાએ 50 જવાન ગુમાવ્યા પછી ભારત સરકાર પાકિસ્તાન સામે અત્યંત આક્રમક પગલું ભરવાની તૈયારી કરી રહી છે.

150 જેટલા કાશ્મીરી ભાગલાવાદી નેતાની ધરપકડ કરવામાં આવી

અમેરિકા દ્વારા અપાતી મદદનો પાકિસ્તાને દુરુપયોગ કર્યો
અમેરિકા દ્વારા અપાતી મદદનો પાકિસ્તાને દુરુપયોગ કર્યો છે. પાકિસ્તાનને હક્કાની નેટવર્ક સહિતનાં આતંકવાદી સંગઠનો સામે કોઈ કાર્યવાહી ના કરતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પાકિસ્તાન સરકારને અપાતી 1.3 અબજ ડૉલરની મદદ તાત્કાલિક ધોરણે રોકી દીધી હતી. નિષ્ણાતોના મતે આ નિવેદન કરીને ટ્રમ્પે પુલવામા હુમલા મુદ્દે અમેરિકા ભારત સાથે છે એવો પણ સંકેત આપ્યો છે.

ટ્રમ્પે ઓવલ ઓફિસમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતે તેના અનેક જવાનો ગુમાવ્યા છે અને એ સ્થિતિ હું સમજી શકું છું. આ ઘટના પછી બંને દેશના સંબંધ નાજુક છે અને એ બહુ ખતરનાક છે. વ્હાઈટ હાઉસ બંને દેશના સંપર્કમાં છે.

જોકે, અમને આશા છે કે કાશ્મીરમાં ખૂબ ઝડપથી ખૂનામરકી બંધ થઈ જશે. હાલ ભારત- પાકિસ્તાન વચ્ચેનો માહોલ ખૂબ જ ખરાબ છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે, આ બધું ઝડપથી બંધ થાય. દરમિયાનમાં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સના 10 હજાર જવાનો કાશ્મીરમાં મોકલાયા છે. આ ઉપરાંત જવાનોની રજા રદ કરવામાં આવી છે તથા રિઝર્વ ફોર્સને એલર્ટ રહેવા જણાવાયું છે.

કાશ્મીરમાં આખો દિવસ વિમાનોનો અવાજ સંભળાયો
શ્રીનગર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના ડોક્ટરોની શિયાળુ રજાઓ રદ કરીને સોમવારે ફરજ પર આવવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત રાશન ડિપો અને તેના આઉટલેટ રવિવારે પણ ખુલ્લા રહેશે. બીજી તરફ, કાશ્મીરમાં શનિવારે આખો દિવસ સેનાનાં વિમાનોનો અવાજ સંભળાયો હતો.
પાકે. કચ્છ સરહદે રાતોરાત હેલિપેડ બનાવ્યું

પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલા બાદ ભારત તેનો બદલો લેવા વળતો પ્રહાર કરશે તેવી બીકથી પાકિસ્તાન રઘવાયું બની ગયું છે. અત્યાર સુધી શાંત અવસ્થામાં જોવા મળતી કચ્છ સરહદની સામેપાર પાકિસ્તાને પુલવામા હુમલાની ઘટના બાદ રાતોરાત હેલિપેડનું નિર્માણ કરી દીધું છે.

હેલિપેડ બનાવવાનો મળ આશય પાક. સેન્યના જવાબદારો સરહદના છેલ્લા પડાવ સુધી આસાનીથી પહોંચી શકે તે હોવાનું જણાવાઇ રહ્યું છે.  આ ઉપરાંત પાકિસ્તાને તેના સરહદી વિસ્તારમાં નવા બંકર અને બેરેક બનાવવાની કામગીરી રાત દિવસ જારી રાખી બાંધકામને લગતી સામગ્રી પહોંચાડવાનો ધમધમાટ અવિરત જારી રાખ્યો છે.

રાજૌરીમાં પાક.નો ગોળીબાર
પાક. લશ્કરે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સતત પાંચમા દિવસે ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. સરંક્ષણ મંત્રાલયે કહ્યું કે પાક. લશ્કર દ્વારા કારણ વગર ગોળીબાર કરાયો હતો. ભારત તરફથી પણ તેનો જવાબ અપાયો હતો. પ્રવક્તાએ કહ્યું કે લગભગ 4.30 વાગે કોઈપણ જાતની ઉશ્કેરણી વિના પાક. લશ્કરે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રાજૌરીમાં એલઓસી પર નૌશેરા ક્ષેત્રમાં ગોળીબાર કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments