પાકિસ્તાન સેના દ્વારા ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ, શાળાઓમાં રજા જાહેર

0
0

દિલ્હી: પાકિસ્તાને આજે પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને આજે પણ ફરી એક વાર જમ્મૂ-કશ્મીરના નૌશેરામાં ફાયરિંગ કર્યુ છે. તો પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં બે સ્થાનિક નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. નાગરિકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

બીજી તરફ, ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા સતત બોર્ડર વિસ્તારમાં કરવામાં આવતા ફાયરિંગ અને તોપમારાના પગલે લાઈન ઓફ કંટ્રોલથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે અનેક સ્થાનિકોનાં મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે, નૌશેરા સેકટરમાં થયેલા ફાયરિંગમાં કોઈ જાનહાની થયાના અહેવાલ નથી. પરંતુ 2 નાગરિકોને સામાન્ય ઇજા પહોંચી હતી. આપને જણાવી દઇએ કે, ભારતીય સેના અને પાક. સેના વચ્ચે સતત ફાયરિંગ ચાલુ જ રહે છે.

તેથી આ વિસ્તારમાં આવેલા ગામના લોકોને હાલ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાક. તરફથી અત્યાર સુધીમાં અનેક વાર યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો છે ત્યારે બીએસએફ તરફથી પણ પાક. સેનાને વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here