Thursday, September 23, 2021
Homeપાકિસ્તાન સ્થિત કરતારપુર સાહેબનાં દર્શન લોકો આ રીતે કરી રહ્યાં છે, પહેલાં...
Array

પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહેબનાં દર્શન લોકો આ રીતે કરી રહ્યાં છે, પહેલાં નથી બન્યું ક્યારેય આવું

પાકિસ્તાનમાં સ્થિત ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહેબનાં સીધાં દર્શન માટે કોરિડોર બનવાની જાહેરાત બાદથી ડેરાબાબા નાનકમાં શ્રદ્ધાળુઓની અવરજવર ખૂબ જ વધી ગઈ છે. શ્રદ્ધાળુઓ કલાકો લાઈનમાં ઊભા રહીને દૂરબીનથી શ્રી કરતારપુર સાહેબ ગુરુદ્વારાનાં દર્શન કરી રહ્યા છે. દૂરબીનથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાઈનો લાગી હોય તેવો નજારો પહેલા જોવા મળ્યો નથી.

અહીં લગાવાયેલા દૂરબીન આધુનિક છે. સાથે કોરિડોર નિર્માણના કારણે પાકિસ્તાન તરફથી સફાઈ થતાં હવે દર્શન સારી રીતે થઈ શકે છે. પહેલા લોકો પ્રથમ ગુરુ શ્રી ગુરુનાનક દેવજીના પવિત્ર ચોલા સાહિબના અંગ વસ્ત્રનાં દર્શન કરવા માટે ડેરાબાબા નાનક આવતા હતા. હવે કોરિડોરના નિર્માણના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.

ભારત-પાકના અધિકારીઓની તાજેતરમાં ઝીરો લાઈન પર થયેલી બેઠક કોરિડોરના નિર્માણમાં ઝડપ આવી છે. ડેરાબાબા નાનકમાં આંતરરાષ્ટ્રીય સીમા સાથે આવતી ખેડૂત લખાસિંહની ૧૫ એકર જમીન પર નેશનલ હાઈવે ઓથોરિટીએ કામ કરવાનું શરૂ કરી દીધું છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments