Tuesday, December 7, 2021
Homeપાકિસ્તાન હુર્રિયત નેતાઓ સાથે ટેલિફોન વાતચીત સદંતર બંધ કરે- ભારત
Array

પાકિસ્તાન હુર્રિયત નેતાઓ સાથે ટેલિફોન વાતચીત સદંતર બંધ કરે- ભારત

નવી દિલ્હી : ભારતે જમ્મૂ કશ્મીરના મામલામાં હસ્તક્ષેપ કરવા બદલ પાકિસ્તાનને સખ્ત રીતે ઠપકો આપ્યો છે. ભારતની આ નારાજગી ત્યારે આવી છે જ્યારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ બે દિવસ પહેલા મીરવાઇઝ ઉમર ફારૂક નો ફોન પર સંપર્ક કર્યો હતો. આ વાતચીતમાં કુરૈશીએ જમ્મૂ-કશ્મીરના મુદ્દાને આતંરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાની વાત કરી હતી.

આ ઘટનાક્રમ બાદ ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ પાકિસ્તાનનના રાજદૂત સોહેલ મહમૂદને મુલાકાત માટે બોલાવ્યા હતા. ગોખલેએ રાજદૂત સાથેની વાતચીતમાં પાકિસ્તાનની આવી હરકત સામે સખત વાંધો દર્શાવતા સ્પષ્ટ જણાવ્યુ હતુ કે ભારત તેની સ્વાયત્તતામાં કોઇ દખલ પસંદ નહિ કરે. પાકિસ્તાનને ચેતવણી આપતા તેમણે એમ પણ કહ્યુ કે આવી હરકત બીજી વાર સહન કરવામાં આવશે નહિ. પાકિસ્તાનની આવી હરકત એ ભારતના આંતરિક મામલામાં સીધો હસ્તક્ષેપ છે, એવું ગોખલેએ રાજદૂતને જણાવ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments