Saturday, September 25, 2021
Homeપાકિસ્તાન FATFમાં બ્લેકલિસ્ટ થવાના ડરથી ગભરાયું, ભારતને રિવ્યૂ બોડીમાંથી હટાવવાની માગ કરી
Array

પાકિસ્તાન FATFમાં બ્લેકલિસ્ટ થવાના ડરથી ગભરાયું, ભારતને રિવ્યૂ બોડીમાંથી હટાવવાની માગ કરી

ઈસ્લામાબાદઃ ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (FATF)માં ભારત અને પાકિસ્તાન સામ સામે આવી ગયા છે.બાલાકોટ હુમલા પછી પાકિસ્તાને FATFને કહ્યું છે કે, ભારતનું વલણ તેમના માટે ઠીક નથી અને તે બરાબર દુશ્મનાવટ કરી રહ્યું છે. જેથી ભારતને સંસ્થાની રિવ્યૂ બોડીમાંથી હટાવવામાં આવે. તો બીજી બાજુ ભારત પણ પુલવામા હુમલા બાદ પાકિસ્તાન ને વિશ્વભરમાં એકલુ પાડવાની જીદ કરીને બેઠું છે. ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી માટે ભારતે FATF પાસે માગ કરી છે. જેના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાનનું નામ પહેલાથી જ સામેલ છે. ભારતનું કહેવુ છે કે , પાકિસ્તાન તેની ધરા પર આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યું છે. જે ખતરારૂપ સાબિત થશે જેથી FATF પાસે તેને બ્લેકલિસ્ટ કરવાની માગ કરી છે.

FATFમાં ભારતના હોવાથી અમારા કામકાજ પર માઠી અસરઃ પાકિસ્તાન
પુલવામા હુમલા અને બાલાકોટમાં ભારતીય સેનાની હવાઈ કાર્યવાહી બાદ બન્ને દેશોમાં તણાવ વધી ગયો છે. આ તણાવ FATFમાં પણ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને FATFને ભારતને એશિયા પ્રશાંત સંયુક્ત સમૂહનાં અધ્યક્ષ પદેથી હટાવવાની વિનંતી કરી છે. પાકિસ્તાનનાં નાણામંત્રી અસદ ઉમરે આ અંગે FATFનાં અધ્યક્ષ માર્શલ બિલિંગસલીઆને ચિઠ્ઠી લખી છે, પાકિસ્તાનના જણાવ્યા પ્રમાણે ટાસ્ક ફોર્સમાં ભારતનાં હોવાથી તેના કામકાજ પર અસર વર્તાઈ રહી છે.
  • ડોન ન્યૂઝનાં શનિવારનાં રિપોર્ટ પ્રમાણે , FATFએ કહ્યું હતુ કે પાકિસ્તાને JEM,ઈસ્લામિક સ્ટેટ , અલ કાયદા, જમાત ઉદ -દાવા, ફલહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન, લશ્કર-અ-તોયબા, હક્કાની નેટવર્ક અને તાલિબાન સાથે જોડાયેલા લોકોના આતંકી ફંડિંગ સામે અસરકારક કાર્યવાહી કરી જ નથી.
  • એક અધિકારીએ જણાવ્યું હતુ કે, આ તમામ સૂમહોને ‘ઉચ્ચ જોખમ’ સંગઠન જાહેર કરી દેવાશે અને દેશની તમામ એજન્સીઓ અને સંસ્થાઓ તેની યોગ્ય તપાસ કરશે. આ તપાસ રજિસ્ટ્રેશનથી શરૂ થશે અને ફરી ઓપરેશન, ફંડ એકઠુ કરવાથી માંડી બેંક એકાઉન્ટ અને અન્ય પ્રવૃત્તિઓ અંગેની તપાસ હાથ ધરવામા આવશે. આ સંસ્થાઓમાં તપાસ એજન્સીઓમાં  સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન, રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી સત્તાધિકારીઓ, નાણાકીય દેખરેખ એકમો સામેલ છે. જે આ પ્રવૃત્તિઓ અંગેની તપાસ હાથ ધરશે. અધિકારીએ જણાવ્યું કે, આ નિર્ણય FATF પર નાણાકીય સચિવ આરિફ અહેમદ ખાનની આગેવાની વાળી સામાન્ય પરિષદની એક બેઠકમાં લેવાયો છે.
ગ્રે-લિસ્ટમાં પાકિસ્તાન 

ગત વર્ષે જુન મહિનામાં પાકિસ્તાનને FATFએ ગ્રે લિસ્ટમાં મુક્યુ હતુ અને કહ્યું હતુ કે, આતંકી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. જેથી પાકિસ્તાન સામે કાર્યવાહી કરવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments