Monday, December 6, 2021
Homeપાકે પુલવામા હુમલાના આતંકી જૂથો પર કોઇ કાર્યવાહી નથી કરી, પરમાણુ યુદ્ધનું...
Array

પાકે પુલવામા હુમલાના આતંકી જૂથો પર કોઇ કાર્યવાહી નથી કરી, પરમાણુ યુદ્ધનું જોખમ યથાવત : રિપોર્ટ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના એક પ્રમુખ ન્યૂઝપેપરે કહ્યું કે, પાકિસ્તાને ભારત પર હુમલો કરનારા આતંકવાદી જૂથો પર ક્યારેય ગંભીરતાથી કાર્યવાહી નથી કરી. ન્યૂયોર્ક ટાઇમ્સ ન્યૂઝપેપર ‘This is where a nuclear exchange is most likely (it’s not North Korea)’ નામથી એક લેખમાં આ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. NYએ ચેતવણી આપી છે કે, બંને દેશોની વચ્ચે પરમાણુ યુદ્ધનું જોખમ યથાવત છે અને તેનું દીર્ઘકાલિન સમાધાન આતંરરાષ્ટ્રીય દબાણ વગર સંભવ નથી.

બંને વચ્ચે શાંતિ સમાધાન અશક્ય
અખબારે કહ્યું કે, ગત સપ્તાહે બંને દેશોની વચ્ચે તણાવ બાદ સંબંધોમાં શાંતિ સમાધાન શક્ય નથી. જ્યારે-જ્યારે પાકિસ્તાન અને ભારતે પોતાના મુખ્ય મુદ્દા એટલે કે, કાશ્મીરના ભવિષ્ય પર સમજૂતી કરવાનો ઇન્કાર કર્યો છે, ત્યારે તેઓને અપેક્ષિત અને સંભવિત ભયાનક પરિણામોનો સામનો કરવો પડ્યો છે. હવે જો ભવિષ્યમાં આવી કોઇ મુશ્કેલી ઉભી થઇ તો તેને શાંતિથી ઉકેલી નહીં શકાય.
પાકિસ્તાને કોઇ ગંભીર કાર્યવાહી નથી કરી
અખબારે કહ્યું કે, પાકિસ્તાને ભારત પર હુમલો કરનારા આતંકવાદી જૂથો પર ક્યારેય ગંભીરતાથી કાર્યવાહી નથી કરી. પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું હતું કે, તેઓએ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ભાઇ સહિત અલગ અલગ જૂથોના 121 સભ્યોની ધરપકડ કરી છે અને યુનાઇટેડ નેશન્સની આતંકવાદીઓની યાદીમાં સામેલ આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની યોજના બનાવી છે, પરંતુ પાકિસ્તાને આવા વાયદાઓ પર ક્યારેય અમલ નથી કર્યો.
આર્ટિકલ અનુસાર, આતંરરાષ્ટ્રીય દબાણ વગર દીર્ઘકાલિન સમાધાનની સંભાવના જ નથી અને પરમાણુ હથિયારોનું જોખમ હાલ આખા વિશ્વ પર તોળાઇ રહ્યું છે. ચીન પાકિસ્તાનનું પ્રમુખ સહયોગી છે અને તેને ઋણ આપે છે. જો ચીન મસૂદ અઝહરને યુનાઇટેડ નેશન્સની આતંકવાદીઓની સુચિમાં સામેલ કરવાથી સુરક્ષા પરિષદને નહીં અટકાવે તો આનાથી પાકિસ્તાનને એ સંદેશ મળશે કે તેણે પોતાના આતંકવાદી જૂથને નિયંત્રિન કરવા જ પડશે.
પાકિસ્તાનની મુખ્ય નીતિ જ આતંકવાદઃ ભારત
ભારતે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા રાજ્યની નીતિના હથિયાર તરીકે આતંકવાદનો ઉપયોગ ‘મુખ્ય સમસ્યા’ છે અને આતંરરાષ્ટ્રીય સમુદાયને એક સૂરમાં આતંકવાદ અને આતંકવાદીઓની નિંદા કરવી જોઇએ. માનવાધિકાર પરિષદે 40મા સત્રને ગુરૂવારે સંબોધિત કરતા, જિનિવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રાજીવ ચંદ્રએ કહ્યું કે, આતંકવાદ માનવાધિકારોનું મૌલિક ઉલ્લંઘન છે અને અમે તેને નજરઅંદાજ કરીને પોતે જોખમ લઇએ છીએ.
રાજીવ ચંદ્રએ કહ્યું કે, મુખ્ય સમસ્યા સીમા પાર આતંકવાદ અને પાકિસ્તાન દ્વારા રાજ્યની નીતિના હથિયાર તરીકે આતંકવાદનો ઉપયોગ કરવાનું છે. આ તથ્ય પર પૂર્ણ રીતે ધ્યાન આપવું જોઇએ. ચંદ્રે આતંકવાદને જરાય સહન નહીં કરવા પર સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં સામાન્ય સહમતિનું આહ્વાન કર્યુ.
જૈશના ગઢ બહાવલપુરમાં એરપોર્ટ બંધ
બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ડરેલા પાકિસ્તાનમાં હવાઇ સેવા હજુ સુધી સામાન્ય નથી થઇ શકી. પાકિસ્તાને એકવાર ફરીથી બહાવલપુર, રહીમ યાર ખાન અને સિયોલકોટ એરપોર્ટને બંધ કરી દીધા છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)એ તેની જાહેરાત કરી છે. પાકિસ્તાનના અખબાર ડૉન અનુસાર, 27 ફેબ્રુઆરી બાદ જ સિયોલકોટ, બહાવલપુર સહિત 7 એરપોર્ટ્સને તો છેલ્લાં 10 દિવસથી બંધ કર્યા છે. એરસ્પેસ બંધ હોવાના કારણે પાકિસ્તાનને લાખો ડોલરનું નુકસાન વેઠવું પડે છે. અનેક ફ્લાઇટ સર્વિસ  બંધ કરવી પડી છે તો અમુક ફ્લાઇટ્સના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
સિયાલકોટ, રહીમયાર ખાન, ડીજી ખાન, સુકુર, સુકાર્દુ અને ગિલગિટ એરપોર્ટને સુરક્ષા પડકારોના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાંથી કેટલાંક એરપોર્ટ ભારતીય સીમા નજીકના છે. જો કે, કરાંચી, ઇસ્લામાબાદ, લાહોર અને પેશાવર જેવા એરપોર્ટને પાકિસ્તાને 5 માર્ચના રોજ ખોલી દેવામાં આવ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments