Sunday, October 24, 2021
Homeપાક. ખેલાડીઓને વિઝા નહીં અપાતા ઓલિમ્પિક સમિતિએ ભારતમાં બધી ઇવેંટ્સ રોકી
Array

પાક. ખેલાડીઓને વિઝા નહીં અપાતા ઓલિમ્પિક સમિતિએ ભારતમાં બધી ઇવેંટ્સ રોકી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા નહીં આપવામાં આવતા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)એ કાર્યવાહી હાથ ધરી છે. સમિતિએ સરકાર તરફથી લેખિતમાં આશ્વાસન નહીં મળે ત્યાં સુધી ભારતમાં ઓલિમ્પિક સંબંધિત બધા આયોજનો પર રોક લગાવી દીધી છે. સ્વિત્ઝરલેંડના લૌસૉનમાં ઓલિમ્પિક એક્ઝિક્યૂટિવ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાકિસ્તાન એસોસિએશને ફરિયાદ કરી હતી

ભારતમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના 2 શૂટર્સે 25 મીટર રૈપિડ ફાયર ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ ભારત સરકાર તરફથી તેમને વિઝા આપવામાં આવ્યા નહોતા. તેની વિરુદ્ધ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ પાકિસ્તાને આઇઓસીમાં ફરિયાદ કરી હતી.
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા ઉપર હુમલો થતાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સંચાલિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. તેના પછી ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા કડક પગલા લીધા હતા. તેમાનો એક પાકિસ્તાની શૂટર્સને વિઝા ન આપવાનો હતો.
આઇઓસીએ કહ્યું કે, ” હોસ્ટ કન્ટ્રીમાં ભાગ લેવા માટે આવતા તમામ ખેલાડીઓને રાજનીતિક દખલ વિના નિષ્પક્ષ અને સમાન રીતે ભાગ લેવાની તક મળવી જોઈએ. પાકિસ્તાને છેલ્લી ઘડી સુધી કરેલા પ્રયાસ છતાં ભારત તેમના રમવા માટેનો રસ્તો કરી શક્યું ન હતું.”
આઇઓસી પ્રમાણે, ” આ ભેદભાવ આઇઓસીના નિયમની વિરુદ્ધ છે. આઇઓસીના એક્ઝિક્યૂટિવ બોર્ડે ભારત સાથે ભવિષ્યમાં ઓલિમ્પિક સંબંધિત કોઈ પણ પ્રકારના આયોજનન લઈને તમામ ચર્ચાઓ સ્થગિત કરી દીધી છે.”
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments