પાક.ના મોટા આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, આર્મી સ્ટેશન પાસેથી બે જાસૂસ ઝડપાયા

0
41

જમ્મૂ-કશ્મીરમાં પાકિસ્તાન દ્વારા મોટા આતંકી હુમલાના ષડયંત્રને સુરક્ષાબળે નિષ્ફળ બનાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, આર્મી સ્ટેશન રતનચૂક પાસેથી બે પાકિસ્તાની જાસૂસ ઝડપાયા છે. આ જાસૂસ પાસેથી નવો ખુલાસો સામે આવ્યો છે. આ બંને જાસૂસ આર્મી સ્ટેશનનું વીડિયો રેકોર્ડિંગ કરતા હતા અને તે વીડિયો પાકિસ્તાન હેન્ડલરને મોકલતા હતા.

જને લઇને સુરક્ષાબળે આ બંને જાસૂસ પાસેથી મોબાઈલ પણ કબજે કર્યો છે. જ્યારે આ મોબાઈલની તપાસ કરવામાં આવી તો મોબાઈલમાંથી એક ડઝન જેટલા પાકિસ્તાની નંબર પણ મળી આવ્યા. જેમાંથી એક નંબર પર વીડિયો મોકલવામાં આવ્યો હતો. જેમાં રતનચૂક આર્મી સ્ટેશનની સંપૂર્ણ માહિતી હતી.

સૂત્રોનું માનીએ તો બંને જાસૂસની હાલ મીરા સાહિબના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઝડપાયેલા બંને જાસૂસમાંથી એક જાસૂસનું નામ નઈમ અખ્તર અને બીજા જાસૂસનું નામ મુસ્તાક અહમદ છે અને તે કઠુઆ મલારનો નિવાસી છે.

એટલું જ નહીં આ બંને જાસૂસ પાસેથી ભારત અને જમ્મૂનો નકશો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ નકશા પર અનેક માર્કિંગ પણ છે. જેથી આશંકા છે કે આ એક મોટા અતંકી હુમલાનું કાવતરૂ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત 30 ડિસેમ્બરના રોજ આતંકીઓએ રતનચૂકમાં સેનાની 3 બ્રિગેડ ઓફિસર ક્વાર્ટર પોસ્ટને નિશાન બનાવી હતી. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતુ. પણ સેનાની કાર્યવાહીમાં એક શંકાસ્પદ ઈજાગ્રસ્ત થયો હતો. જો કે તે પણ ભાગી છૂટવામા સફળ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here