Friday, March 29, 2024
Homeપાક.ને આપશે જડબાતોડ જવાબ, ભારતીય આર્મીને મળી ગઈ દેશી બોફોર્સ
Array

પાક.ને આપશે જડબાતોડ જવાબ, ભારતીય આર્મીને મળી ગઈ દેશી બોફોર્સ

- Advertisement -

નવી દિલ્હી: પાકિસ્તાન સાથેની એર સ્ટ્રાઈક પછી ભારતીય ડિફેન્સ સેક્ટર દ્વારા સુરક્ષા ક્ષેત્રે સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ગઈ કાલે એટલે કે 25 માર્ચે ડિફેન્સ સેક્ટરમાં હેવી લિફ્ટર હેલિકોપ્ટર ચિનૂકનો સમાવેશ કર્યા પછી ભારતીય સેનામાં આ વર્ષે ઔપચારિક રીતે 4 દેશી બોફોર્સનો સમાવેશ કરવામાં આવશે. તેનું અસલી નામ ધનુષ હોવિત્ઝર છે. પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના યુદ્ધની સ્થિતિમાં ભારતની દેશી બોફોર્સ દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે છે.

ધનુષ હોવિત્ઝરનું નિર્માણ બોફોર્સને બેઝ બનાવીને જ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બોફોર્સને 1980ના દાયકામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી. ઓર્ડનન્સ ફેક્ટરી જબલપુરમાં એક કાર્યક્રમમાં ધનુષને સેનામાં સામેલ કરવામાં આવશે. આર્મીએ આવા અન્ય હથિયાર તૈયાર કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે.

ધનુષ દુશ્મનોની કોઈ પણ તોપનો મુકાબલો કરવા માટે સક્ષમ છે. ભારતે 2015માં તેનું નિર્માણ શરૂ કર્યું છે. આ સ્વદેશી તોપ ધનુષને બોફોર્સ કરતા પણ સારી માનવામાં આવે છે. સ્વદેશી તોપ ધનુષની ક્ષણતા 155 mm છે. જ્યારે તેની રેન્જ 40 કિમી છે. આ ભારતમાં બનાવવામાં આવેલી પહેલી લાંબી રેન્જની તોપ છે.

આ તોપની ખાસિયત એ છે કે, તે દિવસે અને રાત્રે બંને સમય ફાયર કરવા માટે સક્ષમ છે. આ તોપને પહાડી પર સરળતાથી તહેનાત કરી શકાય છે. આ તોપનું પરિક્ષણ ઘણાં પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાં કરવામાં આવ્યું છે. રણ વિસ્તારથી લઈને પહાડી વિસ્તાર સુધીમાં ધનુષ વિશ્વાસપાત્ર તોપ સાબીત થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular