Wednesday, December 8, 2021
Homeપાક. મુલાકાત પછી આજે ભારત આવશે સાઉદી પ્રિન્સ, મોદી આતંકવાદ મુદ્દો ઉઠાવે...
Array

પાક. મુલાકાત પછી આજે ભારત આવશે સાઉદી પ્રિન્સ, મોદી આતંકવાદ મુદ્દો ઉઠાવે તેવી શક્યતા

નવી દિલ્હી: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાત પૂરી કરીને મંગળવારે ભારત આવવાના છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા, સહયોગ અને નૌસૈનિક અભ્યાસ જેવા મુદ્દે ચર્ચા થશે. તેમની આ ભારત મુલાકાત પુલવામા હુમલાના પાંચ દિવસ પછી જ થઈ રહી છે. તેથી આ સંજોગોમાં વડાપ્રધાન મોદી તેમની સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે.

પ્રિન્સ બે દિવસ ભારતમાં રહેશે. મોદી જ્યારે સાઉદી અરબની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રિન્સ રવિવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિન્સ પહેલાં પાકિસ્તાન જઈને પછી ભારત આવવાના હોવાથી લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments