Wednesday, December 8, 2021
Homeપાક. યુદ્ધ નથી ઇચ્છતું, અમારા હિતોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાનો સમયઃ કુરૈશી
Array

પાક. યુદ્ધ નથી ઇચ્છતું, અમારા હિતોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાનો સમયઃ કુરૈશી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ સંકેત આપ્યા છે કે, તેઓ UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)માં JeM(જૈશ-એ-મોહમ્મદ)ના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો વિરોધ નહીં કરે. હાલમાં જ ફ્રાન્સ, યુકે અને અમેરિકાએ મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટે યુએનમાં એક નવો પ્રસ્તાવ રાખ્યો હતો. 14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલો થયો હતો, જેમાં 44 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી JeMએ લીધી હતી.

પાકિસ્તાનના પોતાના હિતમાં નિર્ણયઃ કુરૈશી
જિયો ટીવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કુરૈશીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાને પોતાના હિતોને લઇને નિર્ણય કરવો જ પડશે. અમે એ જ કરીશું જે અમારાં હિતમાં હશે. શું પાકનું જૂનું મિત્ર ચીન ફરીથી વીટો કરશે? તેના જવાબમાં કુરૈશીએ કહ્યું, અમે પાકિસ્તાનના હિતોને લઇને દરેક પાર્ટીની વચ્ચે એકમત જાળવી રાખવાના પ્રયત્નો કરીશું. અમારી કેટલીક વૈશ્વિક પ્રતિબદ્ધતાઓ છે. અમે જે પણ કાર્યવાહી કરીશું, તેનાથી વિશ્વમાં અમારી છબીને કોઇ નુકસાન નહીં થાય.
ગત સપ્તાહે અમેરિકા, યુકે અને ફ્રાન્સે UNSCમાં એક નવો પ્રસ્તાવ મુક્યો હતો જે હેઠળ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, અઝહરને વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવા, હથિયાર ખરીદવા પર પ્રતિબંધ લગાવવો જોઇએ અને તેની સંપત્તિ કબજે કરી લેવી જોઇએ.
UNSCની સેક્શન કમિટી 10 દિવસમાં નવા પ્રસ્તાવનો સ્વીકાર કરશે. અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે સુરક્ષા પરિષદમાં આ પ્રકારનો ચોથો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જૈશના ચીફને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટે 10 વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા છે.
ભારતની સાથે યુદ્ધ નથી ઇચ્છતા
પુલવામા હુમલા બાદ સ્થિતિ પર કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાન ભારતની સાથે યુદ્ધ નથી ઇચ્છતું, અમે શાંતિ ઇચ્છીએ છીએ. અમારાં લોકો નોકરીઓ, સંસ્થાઓમાં રિફોર્મ્સ અને ભ્રષ્ટાચાર પર અંકુશ ઇચ્છે છે.
પાકિસ્તાન સરકારે સોમવારે UNSC દ્વારા પ્રતિબંધિત તમામ સંગઠનોની સંપત્તિ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો. ડૉનના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું કે, હવે પ્રતિબંધિત સંગઠનોની તમામ સંપત્તિ પર સરકારનું નિયંત્રણ હશે. તેમાં ફંડ એકઠું કરવાની પ્રક્રિયા અને એમ્બ્યુલન્સ સેવાઓ પણ સામેલ છે.
10 વર્ષ પહેલાં ભારતે પ્રસ્તાવ મુક્યો હતો
2009માં ભારતે અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે યુનાઇટેડ નેશન્સમાં પ્રસ્તાવ મુક્યો હતો. 2016માં ભારતે એકવાર ફરીથી અમેરિકા, યુકે અને ફ્રાન્સ (P-3) સાથે મળીને અઝહર પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો. આ પ્રસ્તાવમાં કહ્યું કે, જાન્યુઆરી 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલાનો માસ્ટર માઇન્ડ અઝહર જ હતો.
2017માં P-3 રાષ્ટ્રોએ એકવાર ફરીથી સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો પ્રસ્તાવ આપ્યો. અત્યાર સુધી જેટલીવાર આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો, તેમાં ચીને દરેક વખતે વિરોધ (વીટો) કર્યો. જેના કારણે પ્રસ્તાવ સેક્શન કમિટી સુધી પહોંચી શક્યો નહતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments