Sunday, October 24, 2021
Homeપાક. સાથે તણાવ, નવાઝ શરીફે ગિફ્ટ કરેલી સાડી હીરાબા પાકિસ્તાન પાછી મોકલાવી...
Array

પાક. સાથે તણાવ, નવાઝ શરીફે ગિફ્ટ કરેલી સાડી હીરાબા પાકિસ્તાન પાછી મોકલાવી શકે છે

અમદાવાદઃ પીએમ મોદી 4 અને 5 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ નવનિર્મિત સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન કરવાથી લઈ ઉમિયા મંદિરનું ખાત મુહૂર્ત કરવા જેવા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત મુલાકાતની તૈયારીઓ વચ્ચે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ચૂકી છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન પીએમ મોદી માતા હીરા બાની પણ મુલાકાત લે એવી સંભાવના છે. આ દરમિયાન હીરાબા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ગિફ્ટ કરેલી સાડી પણ પુત્ર મોદીને પરત કરે એવી શક્યતા છે.

ભારત-પાક. વચ્ચેના સંબંધો સુધારવા શાલ-સાડીની રાજનીતિ શરૂ થઈ હતી

2014માં મોદીએ શરીફની માતા માટે શાલ મોકલાવી હતી
2014માં મોદીના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે હાજરી આપી હતી. ત્યાર બાદ મોદીએ વિદાય ગિફ્ટ તરીકે શરીફની માતા માટે શાલ મોકલી હતી. આ ગિફ્ટ મળ્યા બાદ ભાવુક (ડ્રામા?) થયેલા શરીફે મોદીના માતા હીરાબા માટે સફેદ સાડી મોકલી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરી શરીફનો આભાર માન્યો હતો

આ ગિફ્ટ સ્વીકારી મોદીએ 5 જુન 2014ના રોજ ટ્વિટ કર્યું હતું કે,નવાઝ શરીફજીએ મારા માતા માટે સફેદ સાડી મોકલી છે, હું તેનો આભારી છું અને સાડીને ટૂંક સમયમાં જ મારી માતા પાસે મોકલીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments