- Advertisement -
પાટણ: કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલની ઓફિસ બહાર ભાજપના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. જેને પગલે ધારાસભ્યના સમર્થકો અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતાં ઝપાઝપી થઈ હતી. ઘટનાને પગલે દોડી ગયેલી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. બાદમાં યુનિવર્સિટી ઈસી મેમ્બર અને શહેરના પૂર્વ ભાજપ પ્રમુખની પોલીસે ધરપકડ કરી હતી.